રાજપીપળા,તા.11
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સાવલી ગામ ના મુકેશ ના ભાઈ તડવી વિરુદ્ધ નર્મદા જિલ્લાના બાર એસોસિએશને જિલ્લા પોલીસ ઘોડાને લેખિત ફરિયાદ કરી છે.12 ના જણાવ્યા અનુસાર નર્મદા જિલ્લા બાર એસો રાજપીપળા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સાથે જોડાયેલી સંસ્થા છે જેમાં વકીલો એ.આઈ.બી પાસ કર્યા પછી વકીલ સભ્ય બાર એસોસિએશનના રૂલ્સ તેમજ નર્મદા જિલ્લા બાર એસોસિએશનના બંધારણ મુજબની લાયકાત ધરાવતા વકીલો આ એસોસિએશનના સભ્ય તરીકે સામેલ કરી શકાય છે. હાલમાં નર્મદા જિલ્લા બાર એસોસિએશન 117 સભ્યો નોંધાયેલા છે. ગરુડેશ્વર અને તિલકવાડા બંને સ્થળે નવી તાલુકા કોર્ટો ભૂલી હોય ત્યાં બહાર ની સ્થાપના થઇ નથી. તા.17/ 9/20 ના રોજ અમારા જ બારના સભ્ય શ્રેયશકુમાર. ડી. પરમાર ફરિયાદમાં તેમને મુકેશભાઈ શનાભાઇ તડવી (રહે,સાવલી )વકીલ તરીકે આજુબાજુના વિસ્તારમાં પોતાની જાહેરાત કરે છે. અને પોલીસ સ્ટેશનમાં તેમજ અન્ય કચેરીઓમાં પોતાની ઓળખ વકીલ તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરી કામોની હેરાફેરી કરાવતા તેમ જ કોર્ટમાં પણ વકીલ તરીકેની જુબાની આપેલ છે.જે બાબતે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા બાબતની ફરિયાદ કરી હતી. જેમાં તેઓ આરોપી વકીલ છે કે કેમ તે બાબતની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા બાબતની અરજી કરતાં નર્મદા જિલ્લા બાર એસોસિએશન પૂર્તતા નોટિસ 7/10/20ના રોજ આપવામાં આવેલ હતી. સભ્ય શ્રેયસભાઈએ તેમની અરજી સાથે આ કામના આરોપીની બાઈક જેનો નંબર જીજે 6 એચએફ 0944 જેના પર એડવોકેટના સ્ટીકરનો ઉપયોગ કરેલો છે.
આરોપીની ફેસબુક એકાઉન્ટમાં જેની પ્રોફાઇલ ઉપર તડવી મુકેશભાઈ નીચે એડવોકેટ તરીકેની ઓળખ આપેલ છે મુકેશભાઈ સનાભાઇ તડવી ભિલ સરેઆમ પોતાની જાતને વકીલ તરીકે જાહેર કરી વકીલાતના વ્યવસાયમાં સિદ્ધાંતનો ભંગ કરેલ છે. આવી વકીલ તરીકેની ઓળખ ઊભી કરીને કોર્ટ તેમજ જાહેર જનતા સાથે છેતરપિંડી કરી હોવાનું સ્પષ્ટ રૂપે જણાઇ આવેલ છે.જેથી તેમની સામે વકીલ સમાજ તેમજ સમાજના હિત માટે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા