*ચેતજો નકલી પોલીસ બની ગાડી ચેક કરવાનું કહી 2 લાખ ચોરી ગયા*

અમદાવાદ ચાંદખેડામાં રહેતા અને કઠવાડા જીઆઈડીસીમાં ઇલેક્ટ્રિક પેનલનું કારખાનું ધરાવતાં સુરેશ પટેલ રાતે રિંગરોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક જગ્યાએ નાસ્તો કરવા રોકાયા હતા આ દરમિયાન ત્રણેયે પોલીસ તરીકેની ઓળખ આપી કાર ચેક કરવાનું કહ્યું હતું.ગાડી ચેક કર્યા બાદ ત્રણેય પોલીસ સ્ટેશન લઈ જવાની વાત કરી હતી. જોકે તેઓ કશું સમજે તે પહેલાં જ તેમની પાસે એક કાર આવી હતી ત્યાં આવેલી નકલી પોલીસ સાથે વાત કરતા હતા તેવામાં એક ગઠિયાએ સુરેશભાઈની કારમાં મૂકેલી બે લાખ ભરેલી બેગ ઉઠાવી લીધી હતી