*સરકારી મેડિકલ ઓફિસર ખાનગી પ્રેક્ટિસ કરતાં ઝડપાયા*

ધાનેરાના જોરપુરામાં ડિગ્રી વગરના તબીબ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના મેડિકલ ઓફીસર ડો.અજય મહેતા ખાનગી પ્રેક્ટિસ કરતા અને ખોટા રેકોર્ડ ઉભા કરી પ્રમાણપત્ર બનાવતા પોલીસ કાર્યવાહી હાથ ધરાઇ છે.રામપુરામોટાના દુધ ડેરીની બાજુમાં પ્રાઇવેટ પ્રેક્ટીસ કરતા ઇશ્વરભાઇ પટેલની દુકાનમાં તપાસ કરતા દવાનો જથ્થો મળી આવ્યો હતો. જે દવાનો જથ્થો કબ્જે લઇ ઇશ્વરભાઇ પટેલ સામે ધાનેરા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. બીજો બનાવ પાલનપુર શહેરમાં બન્યો હતો. જ્યાં માન સરોવર ફાટક પાસે છેલ્લા એક વર્ષથી સરકારી મેડિકલ ઓફિસર ડો. અજય મહેતા સામઢીમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમમાં મેડિકલ ઓફિસર પદે ફરજ બજાવતા હોવા છતાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા હતા.