રાજકોટ-પોલીસ ખાતામાં એલઆરડી તરીકે બોગસ કોલ લેટરના આધારે ભરતી થવાના ષડયંત્રનો પર્દાફાશ

રાજકોટ-પોલીસ ખાતામાં એલઆરડી તરીકે બોગસ કોલ લેટરના આધારે ભરતી થવાના ષડયંત્રનો પર્દાફાશ

 

૨૦૨૧ માં યોજાયેલી લોક રક્ષક ભરતીમાં બનાવટી નિમણૂક પત્રના આધારે ઘુસવાનો પ્રયાસ

 

રાજકોટમાં ૧૯ ઓગસ્ટના રોજ પ્રદિપ મકવાણા નામનો યુવક એલઆરડીનો કોલ લેટર લઇને હાજર થવા આવ્યો

 

કોલ લેટર શંકાસ્પદ જણાતા પોલીસને જાણ કરાઇ

 

ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા પ્રદિપના મામા ભાવેશ ચાવડાએ ૪ લાખ રૂપિયામાં સેટિંગ કરાવ્યાની વાત કહીને ૨૦૨૧ એલઆરડી ભરતીનો કોલ લેટર આપ્યો હતો.

 

પ્રદિપને ભાવેશ ચાવડાએ લોક રક્ષકમાં ભરતી કરાવવાનું કહીને ગાંધીનગરથી એક મહિલાનો ફોન પણ કરાવ્યો અને ટપાલ દ્રારા બોગસ કોલ લેટર પણ મોકલ્યો.

 

હાલમાં પોલીસે ૪ શખ્સોની અટકાયત કરી કાર્યવાહી શરૂ કરી