આરોપી:-
(૧) શ્રી દ્રષ્ટિબેન જયંતીભાઇ પટેલ, એ.આર.ટી.ઓ. વર્ગ – ૨, ચાર્જ- આર.ટી.ઓ. ,બનાસકાંઠા,
પાલનપુર.
શુકનગ્રીન સોસાયટી,
પારપડા રોડ, પાલનપુર.
(૨) શ્રી પંકજકુમાર નાથુભાઇ ચૌધરી.
કરાર આધારીત ડ્રાયવર આર.ટી.ઓ. કચેરી,પાલનપુર.
રહે.લાલાવાડા, તા.પાલનપુર જી.બનાસકાંઠા.
ગુનો બન્યા તારીખ.
૧0/૧૧/૨૦૨૦.
લાંચની માંગણીની રકમ.
રૂ.૮૩,૨૦૦/-
લાંચમાં સ્વીકારેલ રકમ.
રૂ.૮૩,૨૦૦.
લાંચની રીકવર કરેલ રકમ.
રૂ.૮૩,૨૦૦/-
ગુનાનુ સ્થળ:-
આર.ટી.ઓ. કચેરી,પાલનપુર.
ટૂંક હકીકત:-
આ કામ ના ફરીયાદી દ્વીચક્રી વાહનના શો રૂમમાં વેચાણ થયેલ નવા વાહનોના રજીસ્ટ્રેશનનુ કામ કરતા હોઇ વેચાણ થયેલ વાહનોની ફી ઓનલાઇન ભરાતી હોવા છતા આરોપી નં. ૧ દ્રષ્ટિબેનના ઓએ ફરીયાદી પાસે આ કામે પાલનપુર જીલ્લાના ફોર્મનુ ઇન્સપેકશન તથા વેરીફાઇ કરાવવાના એક ફોર્મ દીઠ રૂ.૭૫/-ની તથા પાટણ જીલ્લાના એક ફોર્મ દીઠ રૂ.૧૦૦/-લેખે ગત માસના વેંચાણ થયેલા વાહનના કુલ પેટે રૂ.૮૩,૨૦૦/- ની માંગણી કરેલ,જે લાંચના નાણા આરોપી નં. ૨ શ્રી પંકજકુમાર ચૌધરીને આપી દેવાનુ કહેલ .
આ રકમ ફરિયાદી શ્રી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરતા આજરોજ લાંચના છટકા દરમ્યાન ફરીયાદી પાસેથી આક્ષેપિત નં.- ૨ નાઓએ આક્ષેપિત નં.- ૧ ના કહયા મુજબના લાંચના નાણા સ્વીકારતા પકડાઇ જઇ ગુનો કર્યા બાબત.
ટ્રેપિંગ અધિકારીઃ-
જે.પી.સોલંકી.
પોલીસ ઇન્સપેકટર
એ.સી.બી. પો.સ્ટે. ,પાટણ.
સુપર વિઝન અધિકારીઃ-
શ્રી કે.એચ.ગોહિલ,
મદદનિશ નિયામક,
એ.સી.બી. બોર્ડર એકમ,ભૂજ.