કેન્દ્રિય મંત્રી રામ વિલાસ પાસવાનનું નિધન તેમના પુત્ર ચિરાગ પાસવાને ટ્વીટ કરીને આપી જાણકારી

રામવિલાસ પાસવાન છેલ્લાં ઘણાં સમયથી બીમાર હતા અને સારવાર હેઠળ હતાં. ત્યારે આજે રાત્રે તેમનું નિધન થયું હતું. પુત્ર ચિરાગ પાસવાને આ બાબતની જાણકારી ટ્વિટ દ્વારા આપી હતી. ચિરાગ પાસવાને પિતાના અવસાનની જાણકારી ભાવુક ટ્વિટ કરીને આપી હતીરામવિલાસ પાસવાનનું આજે લાંબી માંદગી બાદ નિધન થયું હતું. જેના પગલે રાજકીય જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી

ચિરાગ પાસવાને પોતાના ટ્વિટમાં લખ્યું કે, ‘પાપા… હવે તમે આ દુનિયામાં નથી, પરંતુ મને જાણ છે કે તમે જ્યાં પણ હશો મારી સાથે છો. Miss you Papa…’