*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી*
*તા.07/11/2020*
*અર્નબ ગોસ્વામી મામલે મહારાષ્ટ્ર સરકારને ઝટકો, SCએ ધરપકડ અટકાવી*
*મહારાષ્ટ્ર વિધાનસભા સચિવે મહારાષ્ટ્ર સીએમ ઉદ્ધવ ઠાકરેની ટિકા માટે અર્નબ વિરુદ્ધ વિશેષાધિકાર નોટિસ જાહેર કરી હતી*
અર્નબ ગોસ્વામી મામલે મહારાષ્ટ્ર સરકારને સુપ્રીમ કૉર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કૉર્ટે વિશેષાધિકાર હનન મામલે અર્નબ ગોસ્વામીની ધરપકડ પર રોક લગાવી દીધી છે. આની સાથે જ કૉર્ટે વિધાનસભા સચિવને નોટિસ પણ મોકલી છે. સુપ્રીમ કૉર્ટે પૂછ્યું કે રિુબ્લિક ટીવીના એડિટર-ઇન-ચીફ અર્નબ ગોસ્વામીની યાચિકાના સંબંધે મહારાષ્ટ્ર વિધાનસભા સચિવ વિરુદ્ધ કૉર્ટની અવમાનનાનું કારણ જણાવો નોટિસ જાહેર કેમ નથી કરી શકાઇ. મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડેની અધ્યક્ષતાવાળી પીઠે એ પણ કહ્યું કે યાચિકાકર્તા અર્નબ ગોસ્વામીને તેમની વિરુદ્ધ જાહેર નોટિસમાં સુનાવણી સુધી ધરપકડ ન કરી શકાય
*
*ફટાકડા ખાવા ખરા?*
રાજકોટમાં બનાવવામાં આવેલા ફટાકડા ફોડવાના નહિં પરંતુ ખાવાના ફટાકડા છે. દિવાળીના તહેવાર પર આ વખતે ચોકલેટના ફટાકડાએ ભારે આકર્ષણ જમાવ્યું છે. રોકેટ હોય કે સુતળી બોંબ. શંભુ હોય કે ભીંતીયા બોંબ, આબેહૂબ તેના જેવા જ ચોકલેટ ફટાકડા બજારમાં ધૂમ મચાવી રહ્યા છે.
*વીજ ચોરી કરતા ઝડપાયેલા ભાજપના નેતા પહેલા પણ કૌભાંડ કરી ચુક્યા છે*
મહીસાગર જિલ્લામાં ખાનપુર તાલુકાના ભાજપના મહામંત્રી વિનોદચંદ્ર પટેલ વીજ ચોરી કરતા ઝડપાયા હતા વીજ કંપનીએ 50 હજાર 672 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. વિજિલન્સની તપાસ દરમ્યાન મકાનમાં મીટર બાયપાસ કરી સીધું કનેક્શન લેતા વીજ ચોરી ઝડપાઈ હતી. ભૂતકાળમાં પણ નરોડા મંડળી દ્વારા તેમણે ખરીદ પ્રક્રિયામાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. મજૂરીના પૈસાના નામે 20 રૂપિયા પ્રમાણે ખેડૂતોને લૂંટતા હતા
*
*ભેંસોને 60 હજારના બોન્ડ પર મુક્ત કરવા હાઇકોર્ટેનો આદેશ*
ગુજરાત હાઇકોર્ટમાં અનોખો કિસ્સો સામે આવ્યો છે. ભેંસોને છોડાવા હાઇકોર્ટમાં અરજી થઇ હતી. જેને પગલે ભેંસોને 60 હજારના બોન્ડ પર મુક્ત કરવા હાઇકોર્ટે આદેશ કર્યો છે. સંભાળ રાખવા બદ્લ ટ્રસ્ટને ત્રણ ભેંસોના અરજદારે 60 હજાર ચૂકવવા પડશે. ગુજરાત હાઇકોર્ટએ ભેંસોને મુક્ત કરવા આદેશ કર્યો છે. આણંદના મહેલાવ પોલીસે ચાર ભેંસોને બોલેરોમાંથી પકડી પાડી હતી.
*
*પાખંડી ગુરૂ પ્રશાંતનો જેલમાંથી પોલીસે કબ્જો મેળવીયો દિશાનો મોબાઈલ કરાયો જપ્ત*
વડોદરામાં બગલામુખી મંદિરના પાખંડી ગુરૂ પ્રશાંતનો જેલમાંથી કબ્જો મેળવી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પ્રશાંતની સેવિકા દિશાનો મોબાઇલ ગોત્રી પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસે બે લેપટોપ પણ કબ્જે કર્યા છે. ગોત્રી પોલીસ સ્ટેશનમાં પ્રશાંત વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી.
*
*પાખંડીની સેવિકા ગુરૃપૂર્ણિમા અને બર્થડેની ઝાકમઝોળ ઉજવણી કરાવતી હતી*
વડોદરા વારસીયા અને ગોત્રીના દયાનંદ પાર્કમાં બગલામુખી આશ્રમ ધરાવતા પાખંડી પ્રશાંત ઉપાધ્યાયની ડાબી અને જમણી ગણાતી બે ખાસ શિષ્યાઓ દ્વારા મહિલા ભક્તોને આંજવા માટે આશ્રમમાં ઉજવણીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હતું. ભક્તગણમાંથી મળતી માહિતી મુજબ,ખાસ કરીને ગુરૃપૂર્ણિમા અને પ્રશાંતની બર્થડે ની ઉજવણી કેવી રીતે ખાસ અને ઝાકમઝાળ કરવી તેનું આયોજન દિશા જોન અને દિક્ષા ઉર્ફી દીદીમા દ્વારા કરવામાં આવતું હતું. ગુરૃના સ્વાગત માટે કઇ મહિલા ફૂલો પાથરશે,કેક લાવશે, ચરણ પખાળશે, ઢોલ-શરણાઇ વગેરેની સેવા બંને શિષ્યાઓ દ્વારા સામે ચાલીને ફોન કરીને આપવામાં આવતી હતી. શિષ્યાઓ પાસે મસાજ કરાવતો હતો પ્રશાંત ગુરૃ મસાજનો શોખીન હતો અને પગ દબાવવાના નામે શિષ્યાઓને બેડરૃમમાં બોલાવતો હતો.કઇ શિષ્યા તેના બેડરૃમમાં આવશે તેની વાત દિશા સાથે થઇ જતી હતી અને દિશા મહિલાને તૈયાર કરતી હતી.જો કોઇ મહિલા માનવાનો ઇનકાર કરે તો ગુરૃજી કેટલું નુકસાન કરી શકે છે તેમ કહી ગર્ભિત ધમકી આપતી હતી.
*
*દિક્ષા જસવાણી શિષ્યાઓનું બ્રેઇન વોશ કરી પ્રશાંતના બેડરૃમમાં મોકલતી*
પ્રશાંત પાસે શિષ્યાઓને મોકલવાનું કામ કરતી અંગત શિષ્યા દિશા ભગતસિંહ સચદેવ ઉર્ફે જોન (રહે.કાન્હા ગોલ્ડ કોમ્પ્લેક્સ, ડભોઇરોડ)ની ધરપકડ કરી હતી.જ્યારે દિશા જોનના કોમ્પ્લેક્સમાં બીજા એક ફ્લેટમાં રહેતી દિક્ષા જસવાની ઉર્ફે સીમા ઉર્ફ દીદીમા દુબઇ ફરાર થઇ ગઇ હોવાની વિગતો બહાર આવતાં પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.ગોત્રીના પીઆઇ એસ.વી.ચૌધરીએ કહ્યું હતું કે,જો દિક્ષા જસવાની દુબઇ હશે તો ત્યાંથી લાવવા માટે પોલીસ કાર્યવાહી કરશે.અમે એરપોર્ટ ઓથોરિટી પાસે દિક્ષા બાબતે વિગતો માંગી છે.
*
*સરકારે સરકારી કર્મચારીઓને આપી દિવાળી ભેટ*
રાજ્ય સરકારે કર્મચારીઓ અને અધિકારીઓ સહિત સરકારની ગ્રાન્ટ હાંસલ કરતા સંસ્થાના કર્મચારીઓને બાકી રહેલું મોંઘવારી ભથ્થું આપવાની જાહેરાત કરી છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જાહેરાત કરતા જણાવ્યું કે 1 સપ્ટેમ્બર 2019થી 6 માસનું મોંઘવારી ભથ્થું ચૂકવવાનું હતું પરંતુ કોરોનાને કારણે સરકારની આવકમાં ઘટાડો થતાં\ સરકારે ભથ્થું આપવાનું મુલતવી રાખ્યું.
*
*શાળાઓ ખોલવામાં ઉતવળ ન કરવી જોઈએ: મોના દેસાઈ*
ડોકટર અને અમારું માનવું છે કે શાળાઓ ખોલવામાં ઉતવળ નહી કરવી જોઈએ. જો શાળાઓ ખુલશે તો સંક્રમણ વધશે. આવા સમયમાં શાળાઓ ખોલવી યોગ્ય નથી. બાળકોને ઘરે રાખવા વધારે સુરક્ષિત રહશે. શાળાઓ ખુલશે તો કોરોના વધશે. જેથી લોકડાઉન ૨ લાગુ કરવાનો સમય આવશે
*
*અમિત શાહ 12 નવેમ્બરે કચ્છની મુલાકાતે?*
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ 12 નવેમ્બરના રોજ કચ્છની મુલાકાતે આવશે. દિવાળી પર્વે રણ વચ્ચે અમિત શાહ 3 જિલ્લાના સરપંચ સાથે વાર્તાલાપ કરશે. આથી રણ વચ્ચે લાખોના ખર્ચે 1500 બેઠકની ક્ષમતા સાથેનો ડોમ ઉભો કરાશે. હાલમાં અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસે છે
*
*બોગસ આધારકાર્ડ મામલો: કોંગ્રેસ કાર્યલયનો મંત્રી વિરલ ભટ્ટ*
રાજકોટમાં વિદેશીઓને બોગસ આધારકાર્ડ કાઢીનો ગોરખધંધો ઝડપાયો છે. આ બોગસ કાર્ડ આપવા મામલે પોલીસે કોંગ્રેસ કાર્યાલયના મંત્રી વિરલ ભટ્ટને સકંજામાં લીધા છે. કોર્પોરેટરના ખોટા સહી સિક્કા કરી પુરાવા આપ્યા હોવાનું સામે આવ્યું છે. કોર્પોરેટરે દાખલામાં સહી સિક્કા કરી બોગસ આધારકાર્ડ બનાવામાં સાથ આપ્યો હતો
*
*સરકારી શાળામાં અર્ધ વાર્ષિક કસોટી નહીં યોજાય*
રાજ્યની સરકારી શાળામાં અર્ધ વાર્ષિક કસોટી ન યોજાવાનો નિર્ણય શિક્ષણ વિભાગે લીધો છે. દર વર્ષે દિવાળી પહેલાં અર્ધ વાર્ષિક કસોટીનું આયોજન શાળાઓમાં કરવામાં આવે છે. પરંતુ આ વખતે કોરોનાની મહામારીના કારણે એકમ કસોટી આધારે વિદ્યાર્થીઓનું વાર્ષિક મુલ્યાંકન કરાશે
*
*બંગાળમાં મૂર્તિ પર વિવાદ*
બંગાળમાં અમિત શાહ સાથે ભાજપના નેતાઓ બિરસા મુંડાને પણ ઓળખી શક્યા નહીં, ખોટી મૂર્તિને ફૂલહાર કરી ટ્વીટ પર ટ્વીટ કર્યાં
*
*ટ્રમ્પના લાઇવ ભાષણને અધવચ્ચે અટકાવી દીધું*
જુઠ્ઠાણાનો લગાવ્યો આરોપ અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીની જબરદસ્ત રસાકસી વચ્ચે વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક લાઇવ ભાષણને અમેરિકી ટીવી ચેનલ્સે અધવચ્ચે અટકાવી દીધું હતું.
*
*UPSCએ મુખ્ય પરીક્ષાનું શિડ્યૂલ જાહેર કર્યું*
UPSCએ સિવિલ સર્વિસની મુખ્ય પરીક્ષાનું શિડ્યૂલ જાહેર કર્યું, આવતા વર્ષે 8થી 17 જાન્યુઆરી સુધી પરીક્ષા લેવાશે
તારીખ પેપર સમય
8 જાન્યુઆરી પેપર 1 નિબંધ સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી
9 જાન્યુઆરી પેપર 2 સામાન્ય અભ્યાસ – 1 સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી પેપર 3 સામાન્ય અભ્યાસ – 2 બપોરે 2થી 5 વાગ્યા સુધી 10 જાન્યુઆરી પેપર 4 સામાન્ય અભ્યાસ – 3 સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી પેપર 5 સામાન્ય અભ્યાસ – 4 બપોરે 2થી 5 વાગ્યા સુધી 16 જાન્યુઆરી ભારતીય ભાષા સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી અંગ્રેજી બપોરે 2થી 5 વાગ્યા સુધી 17 જાન્યુઆરી પેપર 6 વૈકલ્પિક વિષય -1 સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી પેપર 7 વૈકલ્પિક વિષય -2 બપોરે 2થી 5 વાગ્યા સુધી
*
*ઓક્ટોબર મહિનામાં 5.5 લાખ નોકરી ઘટી*
ભારત માટે રોજગારીના મોરચે માઠા સમાચાર છે. આર્થિક સુધારા વચ્ચે ઓક્ટોબર મહિનામાં રોજગારીમાં નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડો થયો છે. મે મહિના બાદ પ્રથમ વખત આ ઘટાડો થયો છે. ઓક્ટોબર મહિનામાં આશરે 5.5 લાખ નોકરીઓને નુકસાન થયુ છે. આ અંગેની માહિતી સેંટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE)ના આંકડામાંથી મળી છે. 1લી નવેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં લેબર માર્કેટમાં સાપ્તાહિક વિશ્લેષણમાં CMIEએ કહ્યું કે ઓક્ટોબર 2020માં રોજગારીમાં ઘટાડો થયો છે. મે મહિના બાદ આ પ્રથમ વખત થયું છે.
*
*હવે આઈટી કર્મચારી ઘરથી કામ કરી શકશે*
નવા નિયમોથી કંપનીઓ માટે ઘરથી કામ કરવા અને કોઈ પણ જગ્યાએથી કામ કરવા માટે અનુકુળ વાતાવરણ બનશે. કંપનીઓ માટે સમયાંતરે રિપોર્ટિગ અને અન્ય પ્રતિબદ્ધતાઓને સમાપ્ત કરવામાં આવી છે. એક સત્તાવાર જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે તેનો ઉદ્દેશ્ય ઉદ્યોગને મજબૂતી આપવાનો છે.
કોમ્યુનિકેશન એન્ડ આઈટી મિનિસ્ટર રવિશંકર પ્રસાદના જણાવ્યા મુજબ, દુરસંચાર વિભાગે આઈટી ઈન્ડસ્ટ્રીને પ્રોત્સાહિત કરવા માટે એક મોટો સુધારો કર્યો છે.
*
*સુરતમાં નવકાર ગારમેન્ટમાં પોલીસે છાપો માર્યો*
હાલ આઈપીએલની મેચ પર સટ્ટાને લઈને પોલીસ દ્વારા તપાસ ચાલી રહી હતી. બાલાજી રોડ પર આવેલા નાની છીપવાડ ના એન્ટિક હાઉસની બાજુમાં આવેલા ત્રણ માળના બિલ્ડિંગમાં ત્રીજા માળે આવેલી નવકાર ગારમેન્ટની દુકાનમાં મેચ પર સટ્ટો ચાલી રહ્યો છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા છાપો મારવામાં આવ્યો હતો. જેમાં 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
*
*સુરતમાં 1.49 લાખની બંગડી મંગાવી છેતરપિંડી*
ભાગા તળાવના એન.આર. બેંગ્લસ નામની બંગડીની દુકાન ધરાવતા સરફરાજ ઇસ્માઇનલ અબા મોહમ્મદ મેમણ (ઉ.વ. 43 રહે. 12/2999 ઇસ્માઇલ મેન્શન, નાલબંધ કોમ્પ્લેક્ષ, ભારબંધવાડ, રાણી તળાવ) ઉપર ગત તા. 11 જુલાઇના રોજ ફોન આવ્યો હતો. ફોન કરનારે અમદાવાદ-કાલુપુરના મહેશ જ્વેલર્સ નામની દુકાનમાંથી અશોક ઠક્કર વાત કરૂ છું અને પોલકી સ્ટોન્સ બંગડીનું પાર્સલ કાબરા ટ્રાવેર્લ્સમાં મોકલી આપવા કહ્યું હતું
*
*ગુજરાતમાં એક વોર્ડ એક બેઠક પ્રમાણે કોર્પોરેશનની ચૂંટણી યોજવા પર સુનાવણી, 24 નવેમ્બરે*
સમગ્ર દેશમાં અન્ય રાજ્યોમાં આવેલી મહાનગરપાલિકાઓમાં એક વોર્ડ એક બેઠક પ્રમાણે ચૂંટણી થાય છે જ્યારે માત્ર ગુજરાતમાં જ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં એક વોર્ડ ચાર બેઠક પ્રમાણે ચૂંટણી થતી હોવાની સામે વડોદરા કોંગ્રેસના પ્રવક્તા નરેન્દ્ર રાવતે સુપ્રીમ કોર્ટમાં દાદ માગી હતી કે ગુજરાતમાં પણ અન્ય રાજ્યોની જેમ એક વોર્ડ એક બેઠક પ્રમાણે ચૂંટણી થવી જરૂરી છે. આ અંગેની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં સુપ્રીમ અંતિમ સુનાવણી 24 નવેમ્બરે કરવાનો નિર્ણય કર્યો છે.
*
*સરકારી કર્મચારી પાસેથી 91.51 લાખની અપ્રમાણસર મિલકત મળી*
નિવૃત ફૂડ ઇન્સ્પેકટર વિમલ ટેલરની 58.42 લાખની અપ્રમાણસર મિલકત મળી
નિવૃત સર્કલ ઓફિસર મંગળ પટેલની 33.09 લાખની અપ્રમાણસર મિલકત મળી નવસારીમાં એસીબી એક્શનમાં આવી ગઈ છે. છેલ્લા 15 દિવસમાં બે નિવૃત સરકારી કર્મચારીઓ પાસેથી કુલ 91.51 લાખની અપ્રમાણસર મિલકત શોધી કાઢી કેસ દાખલ કર્યો છે. વર્ષ-2015માં ખેતીની જમીન બિનખેતીમાં અભિપ્રાય આપવાના 2 લાખની લાંચમાં ઝડપાયેલ મંગળ પટેલની અપ્રમાણસર સંપત્તિ શોધી કાઢી વર્ષ-2020માં કેસ દાખલ કર્યો છે.
*દહેજની હિમાની ઓર્ગેનિક કંપનીના પ્લાન્ટમાં આગ ૧નું મોત*
ભરૂચ હિમાની ઓર્ગેનિક કંપનીના પ્લાન્ટમાં ભીષણ આગ લાગી હતી.રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્લાન્ટમાં ભીષણ આગ લાગતાં કામદારોમાં દોડધામ મચી ગઈ હતી દહેજ હિમાની ઓર્ગેનિક કંપનીના પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ભીષણ આગ લાગી હતી
*
*પાર્વતીજી મંદિરના મુખ્ય દાતા સુરત હિરાના ઉદ્યોગપતિ*
સોમનાથ ટ્રસ્ટે 6,000 થી 7,000 ચોરસ મીટર જગ્યામાં પાર્વતી માતાજીનું મંદિર નિર્માણ કરવાનો નિર્ણય કર્યો હતો. આ અંગે સોમનાથ ટ્રસ્ટના સચિવ પી.કે.લહેરીએ જણાવ્યું હતું કે, સુરતમાં હાલમાં હીરાના વેપારી ભીખુભાઇ ધામલિયાએ આ મંદિરનો ખર્ચ આપવાનો સંકલ્પ કર્યો છે. ટૂંક સમયમાંજ આ અંગેની કામગીરી શરૂ કરવામાં આવશે
*તલાટીને એફિડેવિટની સત્તાનો નિર્ણય હાઇકોર્ટમાં પડકારાયો*
સરકારે પંચાયતના તલાટીને વિવિધ 22 દસ્તાવેજોમાં સોગંદનામુ કરવાની સત્તા આપી છે.જેની સામે નોટરી એસોસિએશને હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરી છે. તેમા એવી રજૂઆત કરી છે કે,તલાટીનું લાયકાત ધોરણ માત્ર 12 હોવાથી તેમને સોગંદનામા કરવા જેવી અગત્યની જવાબદારી સોંપી શકાય નહીં. આ નિર્ણય રદ કરવા દાદ મગાઈ છે. હાઇકોર્ટે સરકારને નોટિસ પાઠવીને વધુ સુનાવણી દિવાળી બાદ મુકરર કરી છે
*
*પૂર્વ મંત્રી ડો.નિર્મલા વાધવાણીની સિદ્ધિ હોસ્પિટલે પર આરોપ*
અમદાવાદ શહેરના કુબેરનગર વિસ્તારમાં ભાજપના પૂર્વ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડો. નિર્મલાબેન વાધવાણીની સિદ્ધિ હોસ્પિટલની દાદાગીરીનો પ્રસૂતા અને પરિવારે આરોપ લગાવ્યો છે. પ્રસુતિ કરાવવા આવેલી મહિલા પાસેથી નક્કી કર્યા કરતા વધુ બિલની માંગણી કરતા બે દિવસ સુધી હોસ્પિટલમાં ગોંધી રાખતા મહિલાએ પોલીસને જાણ કરતા મામલો સામે આવ્યો હતો. આ મામલે વિસ્તારના પ્રતિષ્ઠિત લોકો વચ્ચે પડતા મામલો થાળે પડ્યો હતો
*
*સુરત મંત્રી કુમાર કાનાણીના પુત્રનો નવો વિવાદ સામે આવ્યો*
સુરત કામરેજમાં મંત્રી કુમાર કાનાણીના પુત્રનો નવો વિવાદ સામે આવ્યો છે ઉલ્લેખનીય છે કે બિલ્ડીંગ બનાવ્યા બાદ સુવિધાઓના આપતા કામરેજની પવિત્ર નગરી સોસાયટીના લોકો કુમાર કાનાણીના ઘરે પહોંચ્યા હતા. ત્યારે આ મામલે ઉગ્ર વિરોધ કર્યો હતો. કુમાર કાનાણીએ તાત્કાલિક પોલીસ બોલાવી હતી અને પોલીસે વચ્ચે પડી સમાધાનનો રસ્તો કરી મામલો શાંત પાડ્યો હતો
*
*દુર્લભ પટેલ આત્મહત્યા કેસ: રાંદેર બોડાણાના જામીન રદ*
સુરત ચકચારી દુર્લભ પટેલને આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાના ગુનાઈત કારસામાં જેલવાસ ભોગવતા રાંદેર પોલીસ મથકના પીઆઈ,રાઈટર તથા પોલીસ કોન્ટેબલની જામીન મુક્તિની માંગને બારડોલી એડીશ્નલ સેશન્સ જજ દિવ્યકાંત ત્રિવેદીએ નકારી કાઢી આરોપીઓ વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસ હોઈ જામીન આપવાથી હોદ્દાનો દુરુપયોગ કરી સાક્ષી પુરાવા સાથે ચેડા કરે તેવી સંભાવનાનો નિર્દેશ આપ્યો છે
*
*ગુર્જર અનામત આંદોલનના કારણે 4 ટ્રેનો ડાઇવર્ટ કરાઇ*
અમદાવાદ, રાજસ્થાનમાં ચાલી રહેલા ગુર્જર આંદોલનના કારણે રેલવે ટ્રેકોને ભારે નુકશાન પહોંચાડાયું હોવાથી અમદાવાદ આવતી પાર્સલ ટ્રેન અને પેસેન્જર ટ્રેન મળીને કુલ 4 ટ્રેનોને વૈકલ્પિક માર્ગેથી દોડાવાની ફરજ પડી છે. જેને લઇને મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
*