*મોડાસામાં સગીરા પર દુષ્કર્મ આચરનાર ભુવાને અદાલતે 10 વર્ષની સજા*

મોડાસા મહિસાગર સંતરામપુરની સગીરા ઉપર વીધીના બ્હાને બળાત્કાર કરનાર ભુવા આરોપીને અરવલ્લી જિલ્લાની સ્પેશ્યલ પોકસો કોર્ટે ૧૦ વર્ષની સખ્ત કેદ ની સજા ફટકારતો હુકમ કર્યો હતો.કોર્ટે આરોપીને ઈન્ડીયન પીનલ કોડ કલમ ૩૭૬ હેઠળ તક્સીરવાર ઠેરવી કરેલી સખ્ત સજામાં આરોપીને કેદ સાથે ૧૦ હજારનો દંડ પણ ફટકાર્યો છે.અને આરોપી દંડ ન ભરે તો વધુ છ માસની સજા ભોગવવાની રહેશે એવો આદેશ કર્યો હતો