*બાંગ્લાદેશીઓ ભારતમાંથી ચાલ્યા જાવ નહીં તો.. મુંબઈમાં મનસેના પોસ્ટરો લાગ્યા*

મુંબઈ ભારતમાંથી ગેરકાયદેસર રીતે રહેતા પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓ તેમજ આ બે દેશના ઘૂસણખોરો વિરુદ્ધ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પાર્ટીએ પોતાનું વલણ સખત બનાવ્યું છે. મુંબઈમાં આ મુદ્દે તે એક રેલી યોજવા પણ વિચારે છે. એવામાં આજે આ પાર્ટીના પોસ્ટરો જોવા મળ્યા છે જેમાં બાંગ્લાદેશીઓને ધમકી આપવામાં આવી છે કે તેઓ ભારતમાંથી ચાલ્યા જાય નહીં તો એમને ‘મનસેની સ્ટાઈલ’માં ઢસડીને કાઢી મૂકવામાં આવશે