*અંકલેશ્વર પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીશ્રી, વિભાગીય વડા શ્રી અને એ ડિવિઝન પીઆઇ શ્રી ની અધ્યક્ષતા માં તાજીયા કમિટી સાથે મિટિંગ યોજાઈ*
આજ રોજ પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી સાહેબ શ્રી નીતિશા માથુર, વિભાગીય વડા ચિરાગ દેસાઈ સાહેબ, એ ડિવિઝન પીઆઇ વાડા સાહેબ ની અધ્યક્ષતા માં અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી ના આગેવાનો તથા તાજીયા આયોજકો સાથે અગત્ય ની મિટિંગ યોજાઈ, જેમાં નગરપાલિકા, વિદ્યુત બોર્ડ તેમજ વિવિધ એજન્સીઓ ને હાજર રાખી તાજિયાના રૂટ માં આવતા તમામ કામો મુદ્દે સૂચનો કરી એમને વહેલી તકે નિવારણ લાવવા સૂચનો કરાયા, જે પ્રસંગે અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટીના પ્રમુખ બક્કો પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, નજમુદ્દીન શેખ, અમન પઠાન, અઝીમુલ્લા મલેક, ઈમ્તિયાઝ ઘોણીયાવાળા વિગેરે કમિટી સભ્યો તથા તમામ તાજીયા આયોજકો હાજર રહ્યા હતા.