લો કરો વાત રાજપીપળા નું રેલવે સ્ટેશન છ મહિનાથી બંધ હાલતમાં છે, ક્યારે ચાલુ થશે ?

રાજપીપળાનું રેલવે સ્ટેશન રામ ભરોસે રાત્રે કોણ સિક્યુરિટી વગરના નધણીયાત હાલતમાં.
સાંસદ આ બાબતે રસ ધરાવતી બંધ પડેલી ટ્રેન સેવા ચાલુ કરાવે એવી જનતાની માંગ.
રાજપીપલા,તા. 2
કોરોનાની મહામારીને કારણે છેલ્લા 9 માસથી દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. જેને કારણે રેલવે તેમજ વિમાની સેવાઓ સહિત અન્ય સેવાઓ બંધ હતી. ત્યારે અનલૉકમાં ધીરે ધીરે તમામ સેવાઓ ચાલુ થઈ હતી. ત્યારે રાજપીપળાની રેલવે આજે છેલ્લા 6 મહિનાથી બંધ છે. હજુ ચાલુ થઈ નથી,ત્યારે રાજપીપળા રેલવે સ્ટેશન ઉપર રાત્રિના સમયે રેલવે ઉપર કોઈ સિક્યોરિટી નહીં હોવાથી રેલવે સ્ટેશન ઉપર અંધકારમાં કેટલીક અસામાજિક પ્રવૃત્તિઓ થઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ત્યારે રેલવેના વિકાસ માટે કરોડો રૂપિયા ખર્ચ કરનાર રેલવે બોરડીની મિલકતની સાચવણી માટે રાજપીપળા રેલવે સ્ટેશન ખાતે કોઈપણ સિક્યોરિટીની નિમણૂક પડતી નથી. કે નાઈટ પોલીસ પેટ્રોલિંગ કેમ થતું નથી ? અહીં રાત્રિના સમયે અન્ય સામાજીક પ્રવૃત્તિઓ ચાલતી હોવાનું જનતા જણાવી રહી છે. ત્યારે રેલવે સ્ટેશનને રામભરોસે નધણીયાત મૂકીને અધિકારીઓ અજાણ આંખ આડા કાન કરી રહ્યા છે. તેની સામે લોકોમાં નારાજગી જોવા મળી છે.
એવો પ્રશ્ન રેલવે સ્ટેશન ઉપર બુકિંગ કલાર્ક સિવાય કોઈ બીજા કર્મચારીઓ ફરજ બજાવતા નથી તેવું પણ પછી પ્રધાનમંત્રી કેવડીયા આવે છે ત્યારે સાંસદોને રજૂઆત કરી એવું જનતા ઈચ્છે છે.
રાજપીપળામાં રેલવે સ્ટેશન ખાતે કોઈ પણ જવાબદાર અધિકારીઓની નિમણૂક નહીં હોવાથી રેલવેતંત્ર રામભરોસે ચાલી રહ્યું છે.બુકિંગ કલાર્ક ટિકિટના બુકિંગ કરીને જતા રહ્યા પછી રાતના રેલવે પર સૂમસામ હોય કોઈ સિક્યોરિટી પણ નહીં,હોવાથી રેલવેસ્ટેશન સૂમસામ ભાસી રહ્યું છે. અહીં રેલવે સ્ટેશન રાજપીપળા ખાતે સ્ટેશન માસ્ટર સહિત અન્ય કર્મચારીઓની નિમણૂક કરવાની જરૂર છે.આ બાબતે સાંસદો રજૂઆત કરે અને લોકડાઉન થી બંધ પડેલી ટ્રેન સેવા બંધ છે તે ચાલુ કરાવે એવી જનતાની માંગ છે.

રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા