રાજપીપળા નજીક ગામડી ગામે ઓટલા ઉપર સૂતેલા ઈસમને ઊલટીઓ થતા સારવાર દરમિયાન મોત.

રાજપીપળા, તા.2
રાજપીપળા નજીક ગામડી ગામે ઓટલા ઉપર સુતેલા કેસુરભાઈ દેહલાભાઈ વસાવા (રહે, ગામડી )ને ઊલટીઓ થતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે.
બનાવની વિગત મુજબ મરનાર કેસુરભાઈ પોતાના ઘરે જમી પરવારી ઘરની આગળ ઓટલા ઉપર સુવા પડ્યા હતા.તે વખતે ઊલટીઓ થયેલ, તેથી તેમને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવતા ફરજ પરના ડોક્ટરે કુદરતી મરણ થયેલ હોવાનું જાહેર કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા