*પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ..*

*પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ..*

પાલનપુર, સંજીવ રાજપૂત: પૂર્વ IPS સંજીવ ભટ્ટને પાલનપુર બીજી એડિશનલ એન્ડ સેશન કોર્ટ દ્વારા 20 વર્ષની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

 

પાલનપુર કોર્ટે સંજીવ ભટ્ટને દોષિત ઠેરવી અલગ-અલગ 11 કલમો હેઠળ સજા અને દંડ ફટકરાયો છે. જો દંડ ન ભરે તો એક વર્ષની સાદી કેદની સજા કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

 

પાલનપુર કોર્ટ દ્વારા સંજીવ ભટ્ટને NDPS કેસમાં દોષિત ઠેરવ્યા છે અને 20 વર્ષની સજા સંભળાવવામાં આવી છે.

 

વર્ષ 1996માં બનાસકાંઠાના તત્કાલીન એસપી સંજીવ ભટ્ટે પાલનપુરની લાજવંતી હોટલમાં રાજસ્થાનના પાલીના વકીલના રૂમમાં 1.15 કિલો અફીણ રખાવી કર્યો ખોટો કેસ કર્યો હતો.

 

જેને લઈ પાલીના વકીલ સુમેરસિંહ રાજપુરોહિતના સમર્થનમાં અને સંજીવ ભટ્ટ સામે પગલાં લેવા પાલીના એડવોકેટ એસોસિએશનએ 6 મહિના સુધી હડતાળ કરી હતી. સંજીવ ભટ્ટે ખોટો કેસ કર્યો હોવાનું સામે આવતા 2018માં સંજીવ ભટ્ટની CID ક્રાઇમે અટકાયત કરી હતી..

 

સાડા પાંચ વર્ષથી સંજીવ ભટ્ટ આ કેસને લઈને પાલનપુરની સબજેલમાં કેદ હતા જે મામલે ચાલતી સુનવણીના પગલે આખરે તેઓ દોષિત સાબિત થતા તેમને કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવી છે.