ગુજરાતની નિલાંશી પટેલે (Nilanshi Patel) કિશોર અવસ્થામાં સૌથી લાંબા વાળા (Longest Hair) હોવાનો પોતાનો જ વિશ્વ રેકોર્ડ (World Record) ત્રીજી વખત તોડ્યો છે. 21 નવેમ્બર 2018માં નિલાંશીના વાળની લંબાઈ 170.5 સેમી (5 ફૂટ 7 ઈંચ) હતી. જે સપ્ટેમ્બર 2019માં વધીને 190 સેમી (6 ફૂટ 2.8 ઈંચ) થઈ ગઈ હતી. ગિનીઝ વર્લ્ડ રેકોર્ડસ (Guinness World Records) અનુસાર હવે નિલાંશીના વાળ 200 સેમી (6 ફૂટ 6.7 ઈંચ) લાંબા છે. નિલાંશી ગત ઓગસ્ટ મહિનામાં 18 વર્ષની થઈ ગઈ છે.
આ રેકોર્ડની નોંધણી માટે વાળ ભીના હોય ત્યારે માપ લેવામાં આવે છે. કારણ કે, વાળ ભીના હોય ત્યારે તેની કુદરતી લંબાઈ સ્પષ્ટ માપ પ્રદાન કરે છે. નિલાંશી 18 વર્ષની થઈ ગઈ છે. કિશોર અવસ્થામાં સૌથી લાંબા વાળનો રેકોર્ડ તે હજી જાળવી રાખશે.
નિલાંશીએ રેકોર્ડ પાછળની સ્ટોરી જણાવતા કહ્યું છે કે, હેર ડ્રેસરના ખરાબ અનુભવ બાદ હું છ વર્ષની હતી. ત્યારથી વાળ વધારતી આવી છું. મારા વાળ ખરાબ રીતે કાપવામાં આવ્યા હતા. જેથી મેં નક્કી કર્યું કે હવે વાળ કપાવીશ નહીં. નિલાંશીના માતાએ દિકરીને વાળ વધારવાના નિર્ણયમાં સમર્થન આપ્યું હતું. તેઓ દર સપ્તાહે નિલાંશીના વાળ ધોયા બાદ તેને કોરા કરવામાં તેમજ કાંસકો મારી આપવામાં મદદ કરે છે.
નિલાંશીના વાળ માટે ભવિષ્ય અસ્પષ્ટ છે. તે ભૂતપૂર્વ રેકોર્ડ ધારક કેટો કવાહરા (Keito Kawahara)ના પગલે ચાલી અવનવા લૂક મેળવશે કે પછી ઝી ક્યૂઈપિંગ ચીન (Xie Qiuping China) દ્ધારા બનાવેલા માથાના લાંબા વાળનો રેકોર્ડને તોડવાનો પ્રયત્ન કરશે.