*પીએફઆઈ સાથે જોડાયેલા છે શરજીલ ઈમામના તાર: વધુ ત્રણ દિવસના રિમાન્ડ*

નવી દિલ્હી: દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરાયેલા જેએનયુના સ્કોલર શરજીલ ઇમામની પૂછપરછમાં પોલીસને અનેક ચોંકાવનારી માહિતી મળી છે.પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે શરજીલ ઇમામ પૉપુલર ફ્રંટ ઓફ ઈન્ડિયા (પીએફઆઇ)ના લોકોના સંપર્કમાં હતો. જેની સાથે શરજીલની સતત વાતચીત થતી રહેતી હતી. જોકે, શરજીલનો દાવો છે કે, તેમને જાણકારી નથી કે, આ લોકોનો સંબંધ પીએફઆઈ સાથે છે. આ સાથે જ શરજીલની રિમાન્ડ ત્રણ દિવસ માટે લંબાવાઈ છે