*દિલ્હી ચૂંટણી દિલ્હી દંગલમાં મુખ્ય પ્રધાન vs વડા પ્રધાન*

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાના ચૂંટણી આડે હવે Iગણતરીના દિવસો રહ્યા છે ત્યારે ખેલ હવે ખરાખરીનો જામ્યો છે. બંને બાજુ અક્ષૌહિણી સેનાઓ ગોઠવાઈ ગઈ છે. વડા પ્રધાનથી માંડીને ભાજપનાં તમામ દિગ્ગજોની ફોજ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને ચૂંટણી મેદાનમાં હરાવવા રાત-દિવસ એક કરી રહ્યા છે, જ્યારે સામે પક્ષે કેજરીવાલ અને આપના નેતાઓ પણ જોરશોરથી ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસ પણ રાહુલ-પ્રિયંકા સાથે આક્રમક ચૂંટણીપ્રચાર કરી રહી છે.