જામનગર: તાજેતરમાં દ્વારકા જિલ્લાનું દ્વારકાધીશ જગત મંદિર સહિત ધર્મસ્થાનો ખુલ્લા મુકાયા ત્યારે જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીનાએ મંદિરો ધર્મસ્થાનોમાં સેનિટાઇઝર, થર્મલગનથી ચેકીંગ ફરજિયાત કરાયું છે પણ જે મંદિરના વડા ખુદ જિલ્લા કલેકટર છે તે દ્વારકા તે દ્વારકા મંદિરમાં ગઇકાલે ખંભાળિયાના એક ભકતને વિચિત્ર અનુભવ થયો હતો.
કોરોનાની મહામારી વચ્ચે જાહેર સ્થળો ઉપર સાવચેતીના પગલાં ફરજિયાત બનાવાયા હોવા છતાં ગઇકાલે સાંજે જગત મંદિરમાં 56 સીડીના પ્રવેશ દ્વારથી આ ભકત દર્શને જતાં મંદિરના પ્રવેશ પર રૂટીન ચેકીંગ થયું પણ ના તો સેનેટાઇઝરની વ્યવસ્થા હતી ના થર્મલગનથી ચેકીંગ થતું હતું હા ગન હતી પણ તે ચેકીંગ કર્મચારીએ ખિસ્સામાં રાખી હતી!!
દેશભરમાંથી રેડઝોનમાંથી પણ જ્યાં રોજ યાત્રાળુઓ આવતા હોય તેવા મંદિરમાં આવી સ્થિતિ હોય તો બીજાનું શું? દેવભૂમિ જિલ્લો કેસો બહુ નથી એટલે ગંભીરતા લોકો નથી લેતા પણ હવે તંત્ર પણ નથી લેતું! વધુમાં જાણવા મળ્યાં મુજબ જગત મંદિરમાં બે થર્મલગન છે પણ બન્ને કામ કરતી ન હોવાનું અંતરંગ વર્તુળો જણાવી રહ્યાં છે.