નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ ડોકિરણ વસાનાની અટકાયત કરી.
સાગબારા પોલીસ
મથકે લવાયા
૩૧મીના રોજ મહીલા સુરક્ષા બાબતે રાજપીપળા ખાતે ધરણા પ્રદર્શન કરવાના હતા તે પહેલાજ ડો.કીરણવસાવાની પોલીસે
અટકાયત કરી લીધી.
રાજકીય આગેવાન પ્રફૂલવસાવા સામે ત્રણ ત્રણ પોલીસ ફરિયાદ થયા પછી પ્રફુલ વસાવા ફરાર, ધરપકડ કરવાના ચક્રો ગતિમાન
રાજપીપળા,તા.૩૦
તા.૩૦ અને ૩૧મીના બેદિવસના પીએમ મોદીના કાર્યક્રમ ટાણે ચુસ્ત જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.જેમાં
પીએમના કાર્યક્રનો વિરોધ કરનારા ૧૦જેટલા ઇસમોને નર્મદા પોલીસે ઝડપી લીધા હતા અને તમામને પોલીસની નિગરાનીમા
નજરકેદ કરાયા હતા, જેમાં આજે સવારે ૯.૪૫ કલાકે મોદીના આગમન પહેલા નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના
પ્રમુખડો.કિરણ વસાનાની અટકાયત કરી હતી.અને તેમને સાગબારા પોલીસ મથકે લવાયા હતા આમ આદમી પાર્ટી દ્વારા ૩૧મીના
રોજ મહીલા સુરક્ષા બાબતે રાજપીપળા ખાતે ધરણા પ્રદર્શન કરવાના હતા પણ તે પહેલા જ આગલે દિવસે ડો.કીરણ વસાવાની
પોલીસે અટકાયત કરી લીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે નર્મદા જિલ્લામા વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ હતો ત્યારે વડાપ્રધાન નરેન્દુમોદીના વિરુદ્ધમા અમુક વિસ્તરમા કાળા વાવટા પણ ફરક્યા હતા અને કેવડિયા સજ્જડ બંધ રહ્યુહતુ તેથી આ વખતે એવી સ્થિતિનું નિમાર્ણન થાય એ માટે પોલીસરાત્રી પેટ્રોલીગ વધારી દીધુ હતુ. આની શંકાસ્પદ વ્યક્તિઓ પર સતત વોચ રાખી નજરકેદ પણ કરાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે નર્મદા જિલ્લામાં વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ હતો ત્યારે વડાપ્રધાનરેન્દ્ર મોદીનાવિરુધ્ધમા અમુક વિસ્તરમા કાળા વાવટાપણ ફરક્યા હતા અને કેવડિયા સજજડ બંધ પણરહયુ હતુ. તેથી આ વખતે એવી સ્થિતિનુનિમાર્ણન થાય એ માટે
પોલીસ રાત્રીપેટ્રોલીગ વધારી દીધુ હતુ. અની શંકાસ્પદ વ્યક્તિઓ પર સતત વોચ રાખી નજર કેદપવૃ કરાયા હતા.
જેમા ગત સપ્તાહે આદિવાસી રાજકીય આગેવાનપ્રફુલ વસાવાએ પીએમ મોદીનાકાર્યક્રમનો વિરોધ કરેલો.અને કેવડીયાબચાવ
આંદોલન સમીતી દ્વારા કેવડીયાબંધનુ એલાન આપેલ. તેમજ પ્રફુલ વસાવાએ
પીએમ મોદી વિરુધ્ધ ઉશ્કેરણીજનક અને સરકાર વિધી ટીપ્પણી કરે સોસીયલ મીડીયામા વાયરલ કરતા તેમની સામે જુદીજુદી ત્રણ પોલીસ ફરિયાદ રાજપીપળા પોલીસમા નોંધાઈ
હતી. તેથી પોલીસ તેમની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા પણ ફરિયાદ નોંધાયા પછી રાજકીયઆગેવાન પ્રફુલ વસાવા
ફરાર થઇ ગયા હતા. અને પોલીસને નજર બચાવી ભાગતાફરતા હોઇ પોલીસે ગતેમનુ લોકેશન શોધવા પ્રયાસ કરેલ છેલ્લે તેઓ
ડાંગ જિલ્લામાં ભાગી જતા પોલીસ આજે ત્યા પણ તેમની ધરપકડ કરવા ડાંગ પહોચી હતી પણ ત્યાથી પણ પોલીસને ચકમો આપી
પ્રફુલ વસાવા ફરાર થઇ ગયા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યુ હતુ.તેમના જણાવ્યા અનુસાર પ્રફુલ વસાવાએ પોતાનો મોબાઈલ બંધ
કરી દીધા છે અને ફેસબુક એકાઉન્ટ પણ કોમેન્ટ કરવાની બંધ કરી હાલ ફરાર હોઇ પોલીસે તેમની ધરપકડ કરવાનાના ચક્રો ગતિમાન
કર્યા છે.
તસવીર: જયોતિ જગતાપ,રાજપીપળા