*એસડી જૈન સ્કૂલે ફીને લઈને વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અટકાવતા રોષ*

સુરતઃ વેસુ વિસ્તારમાં આવેલી એસડી જૈન સ્કૂલમાં વાલીઓ ફીને લઈને રજૂઆત કરવા પહોંચ્યા હતા. વાલીઓની ફરિયાદ હતી કે, શાળા સંચાલકો દ્વારા આવનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને હજી સુધી હોલ ટિકિટ આપવામાં આવી નથી. શાળા સંચાલકો મનમાની તગડી ફી વસૂલવા વાલીઓ પર દબાણ કરી રહ્યા છે. તો બીજી તરફ વાલીઓ એફઆરસીએ નક્કી કરેલી ફી આપવા આજે ચેક લઈને પહોંચ્યા હતા. એફઆરસી દ્વારા એસ.ડી.જૈનની 40 હજાર જેટલી ફી નક્કી કરવામાં આવી છે જ્યારે શાળા સંચાલકો બમણી ફી માંગી રહ્યા છે અને તે આપે તો જ વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપશે તેવું દબાણ પણ કરી રહ્યા હોવાનું વાલીઓએ જણાવ્યું હતું.