મુખૌટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન ગુજરાતના અમદાવાદમાં સ્થિત છે. આ ખાનગી ટ્રસ્ટ જી.જે. પટેલની અધ્યક્ષતામાં રચાયેલ છે, જેનાં ટ્રસ્ટી કોકીલા પટેલ છે.
મુખૌટે ક્રિએટિવ આર્ટ
ફાઉન્ડેશન આર્ટ્સ, હસ્તકલા અને કલાકારોને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવ્યું છે, તેમની કુશળતા પ્રદર્શિત કરવા માટે તેમને યોગ્ય પ્લેટફોર્મ આપવા માટે. તે “કોઈ નફો નહીં, નુકસાન નહીં” પર કામ કરે છે અને કલા અને હસ્તકલાને લગતી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે.
ફાઉન્ડેશનમાં 225 થી વધુ રજિસ્ટર્ડ કલાકારો છે. લોક ડાઉન પછી 2020 માં પ્રથમ વખત “લવણ્યા 2” પ્રદર્શનનું આયોજન કર્યું, રાજ્ય કક્ષાના પ્રદર્શન “લવણ્યા 2” અને લોક ડાઉન પછી આવતી કાલે અમદવાદની ગુફા ગેલેરી, અમદાવાદ ખાતે યોજાનારા અનલાેક માંનું પ્રથમ પ્રદર્શન થી શરૂ થયેલ છે
અમદાવાદનાં મુખૌટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન દ્વારા લોકડાઉન બાદ પ્રથમ અમદાવાદ ની ગુફા આર્ટ ગેલેરી ખાતે પ્રદર્શન “લાવણ્યા-2” નું આયોજન કરવામાં આવ્યું છે,
જેમાં 14 જેટલા કલાકારોની કૃતિ પ્રદર્શિત કરવામાં આવી.
“લાવણ્ય-2” પ્રદર્શન અમદાવાદ ની ગુફા આર્ટ ગેલેરી મા કલાકારોને તેમનું કાર્ય પ્રદર્શિત કરવા અને તેમને વિશ્વભરમાં વિશાળ દર્શકો પ્રદાન કરવા માટે એક સાથે લાવવાનું એક નવીન સાહસ અને નમ્ર પ્રયાસ છે! આ પ્રદર્શન મંગળવાર , તારીખ 27 October 2020 ના રોજ સાંજે 4 વાગ્યે ખુલ્લું મુકવામાં આવ્યું છે.જે 1 નવેમ્બર સુધી ચાલુ રખવામા આવશે.
“લાવણ્ય-2” નાં કલાકારોમાં નીલુ પટેલ, આયુષિ ત્રિવેદી,કલગી શાહ,હેરીના સોની, ખ્યાતિ પટેલ, ,દર્શના ગજ્જર,શ્રુતિ સોની ,અભિષેક ભટ્ટ,શ્યામ સોની,શૈફાલી ગુપ્તા,મમતા જોશી,અસિત વ્યાસ અમિધરા તન્ના અને દિલીપ પરમાર નો સમાવેશ થાય છે જેમણે પોતપોતાની આગવી શૈલી માં તેમની કલાકૃતિઓ રજૂ કરેલ છે.
આ પ્રદર્શનને નિહાળવા આપ સૌને આમંત્રણ છે.
વધુ વિગતો માટે આયોજક નીલુ પટેલ
+91 98257 52633 (વોટ્સએપ) નો સંપર્ક કરી શકાય છે અથવા mukhoteartist@gmail.com પર ઈમેઈલ કરી શકાય છે.