આજે દશેરાના દિવસે રાજપીપળા હરસિધ્ધિ માતાજીના મંદિરે જવારાનું વિસર્જન કરજણ નદીમાં કરાયું. આખા ગામને એક હજારથી વધુ કાણાવાળા રંગીન માટી ના ઘડા (ગરબા) પણ મંદિરે મૂકી ગયા.

રાજપીપળા,તા. 25
દશેરાના દિવસે રાજપીપળા હરસિદ્ધિ ખાતે હરસિધ્ધિ માતાજીના મંદિરમાં ઘટસ્થાપન વખતે થયેલા જવારાનું આજે વિસર્જન રાજપીપળા કરજણ નદીમાં કરવામાં આવ્યું હતું. ટોપલામાં વાવેલા માતાજીના જવારાનુ પુજન કરી આજે વિધિવત રીતે જવાનું પૂજન કરી કરજણ નદીમાં વિસર્જન કરાયું હતું. સાથે સાથે આખા ગામના અને આજુબાજુના ગામ માંથી માતાજીના સ્થાપેલા ગરબા (કાનાવાડા રંગીન માટી ના ઘડા)( ગરબા ) પણ મંદિરે મૂકી ગયા હતા.માટીના ઘડા નો ઢગલો થઈ ગયો હતો દશેરાના દિવસે એક હજારથી વધુ ગરબા મંદિરે મૂક્યા છે.

રિપોર્ટ: જયોતિ જગતાપ, રાજપીપળા