*મુંબઈ પોલીસના પ્રયોગનો અમદાવાદમાં થશે અમલ ટ્રાફિક સિગ્નલ પર હવે હોર્ન મારવો ભારે પડશે*

ગુજરાતમાં અમદાવાદ સીટીને પીકસમયમાં વીંધવી એટલે અર્જુંનના સાત કોઠા વીંધવા જેવી બાબત છે. સૌથી વધુ ટ્રાફિક મેટ્રો સિટી બનતા અમદાવાદમાં જોવા મળે છે. એએમસી રોડ રસ્તા પહોંળા કરવાની સાથે ફ્લાયઓવર અને અંડર ગ્રાઉન્ડ રસ્તાઓ પણ બનાવ્યા છે પણ વધતા જતા વાહનો વચ્ચે આ રસ્તાઓ પણ સાંકડા પડી રહ્યાં છે. મુંબઈ પોલીસે હમણાં એક વીડિયો જાહેર કર્યો છે. તેને દેશભરમાં સારો રિસ્પોન્સ મળ્યો છે. આ ધ પનિશેબલ સિગ્નલના વીડિયોને વિજય નહેરાએ રિટ્વિટ કરી હતી. મુંબઈ પોલીસના વીડિયોમાં વાહનચાલકો દ્વારા રેડ સિગ્નલ હોવા છતાં સતત હોર્ન વગાડવામાં આવી રહ્યો છે.મુંબઈ પોલીસે ટ્રાફિકને લઈને એક પ્રયોગ કર્યો હતો જેમાં કેટલાક ટ્રાફિક સિગ્નલ પર ડિસિબલ સિગ્નલ લગાવ્યા હતા. જો 85 ડેસિબલથી વધારે અવાજ થઈ જાય તો સિગ્નલ રિસેટ થઈ જાય છે અને ફરીથી રેડ સિગ્નલના સેકન્ડોમાં વધારો થાય છે. આ વીડિયો જોઈને અમદાવાદમાં પણ આ પ્રયોગ કરવાનો એએમસીએ નિર્ણય કર્યો છે.