*ચીનમાં ફેલાયેલો કોરોના વાયરસ ખેડૂતોને નડયો*

દુનિયાભરમાં કોરોનાવાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યાં આ વાયરસની અસર આગામી દિવસોમાં ગુજરાતના ખેડૂતો પર પણ પડી શકે છે. ગુજરાત એ રૂના ઉત્પાદનમાં સૌથી અગ્રેસર રાજ્ય છે ગુજરાતમાંથી મોટાપાયે ચીનમાં નિકાસ થાય છે. હાલની જો અને તો ની સ્થિતિ વચ્ચે રૂની નિકાસને અસર થઈ તો તેની સીધી અસર ગુજરાતના ખેડૂતોને થશે. રૂ બજારમાં જોખમ ટાળો (રિસ્ક ઓફ) માનસિકતા પુન:સ્થાપિત કરી છે. ટ્રેડરો એવું માનવા લાગ્યા છે કે ચીનમાં આ વાયરસે કાળો કેર વર્તાવ્યો હોવાથી તેની રૂ માંગ નબળી પડવા સાથે જાગતિક અર્થતંત્રો પણ નબળા પડશે