જામનગર દુષ્કર્મની પીડિતાના પરિવારના સભ્યોની મહિલા આયોગ અને જામનગર કોંગ્રેસ મહિલા નેતાઓ દ્વારા મુલાકાત કરાઈ.

જામનગર: ગુજરાત રાજ્યના જામનગરમાં સગીરા પર 4 નરાધમો દ્વારા દુષ્કર્મના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને પોલીસ દ્વારા પણ ઝડપી કાર્ય કરતા આ ચારેય આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે ત્યારે પીડિતાના પરિવારની મહિલા આયોગની ટીમના 4 સભ્યો દારા મુલાકાત લેવામાં આવી હતી અને આ કાંડની હકીકત વિશે જાણકારી મેળવવામાં આવી હતી જે પોલીસ અને પૂર્ણ માહિતી એકત્ર કરી તેનો રિપોર્ટ મહિલા આયોગને સોંપશે. આ ઉપરાંત તેં જ ક્ષણોમાં જામનગર કોંગ્રેસ મહિલા નેતાઓ ઝેનબબેન ખફી અને નયનાબા જાડેજા તેમજ મહિલા કાર્યક્રરો દ્વારા પણ પીડિતા પરિવારની મુલાકાત લેવામાં આવી હતી અને તેમના પાસેથી હકીકત અને જાણકારી મેળવી હતી ઉપરાંત આ પરિવારને યોગ્ય ન્યાય મળી રહે તે માટે સરકારને તાત્કાલિક આ બાબતે ધ્યાન આપવા નિવેદન કરવામાં આવ્યું હતું તેમજ આક્રોશ સાથે આ આરોપીઓને કડકમાં કડક સજા થાય તટસ્થ ન્યાયિક તપાસ અને ફાસ્ટ ટ્રેકમાં કેસનો ઉકેલ આપી ફાંસીની સજા થાય તેવી માંગ કરી હતી.