જામનગર દુષ્કર્મ કાંડનો ચોથો આરોપી ઝડપયો..મહિલા નેતાએ ચપ્પલ માર્યું. મહિલાઓએ રોષ ઠાલવ્યો.

જામનગર: જામનગર દુષ્કર્મ કાંડના ચોથા આરોપીને SOG અને LCB દ્વારા ઝડપી લેવાયો છે ત્યારે મહિલા પોલીસ સ્ટેશન હાજર કરવામાં આવતા મહિલાઓ દ્વારા ભારે રોષ ઠાલવવામાં આવ્યો હતો.

જામનગરમાં સગીરા પર દુષ્કર્મ કરનાર 3 આરોપીઓ ઝડપાઇ ગયા હતા જેમનો એક ફરાર હતો પણ ગણતરીના કલાકોમાં જ જામનગર SOG અને LCB પોલીસ દ્વારા તેને ઝડપી લેવામાં આવ્યો હતો. ચોથા આરોપી મયૂર ઉર્ફે મોહિતની પોલીસે ખંભાળિયાના ખજૂરીયા ગામેથી ધરપકડ કરી હતી અને તેને મહિલા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો તે જ સમયમાં એસપી ઓફીસ બહાર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું ત્યારે ત્યાં ઉપસ્થિત મહિલાઓને આ વાતની જાણ થતાં તેમનો આક્રોશ ફાટી નીકળ્યો હતો અને કોંગ્રેસ મહિલા નેતા ઝેનબબેન ખફી દ્વારા ચપ્પલ મારી પોતાનો રોષ ઠાલવ્યો હતો. ઉપસ્થિત મહિલા કાર્યકરો દ્વારા આવા નરાધમોને આકરામાંઆકરી સજા થાય તેવી માંગ કરી હતી. મહિલાઓના આવા નરાધમો પ્રત્યે ગુસ્સાને જોતા થોડી વાર માટે વાતાવરણ તંગ બન્યું હતું છેવટે મહિલા પોલીસ કર્મીઓ વચ્ચે પડતા આખો મામલો શાંત થવા પામ્યો હતો.