સાંસદ મનસુખ વસાવાને ગીતાબેનરાઠવા એ કેન્દ્ર સરકારના કૃષિ શિબિર ખેડૂતો માટે આશીર્વાદરૂપ હોવાનું જણાવી દિલને આવકાર્યું.
ખેડૂતો માટે ફાયદાકારક કૃષિબિલ કોંગ્રેસ ખોટો વિરોધ કરે છે – સાંસદ મનસુખ વસાવા.
રાજપીપળા,તા.5
ભરૂચ નર્મદા ની જીવાદોરી સમાન નર્મદા સુગર ધારીખેડા અને ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્ર તથા રાજય સરકારોને નર્મદા સુગરની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને છોટાઉદેપુર ના સંસદ ગીતાબેનરાઠવા તથા નર્મદા સુગરના ચેરમેન, એમ.ડી નરેન્દ્ર પટેલ અને ખેડૂતોની ઉપસ્થિતિમાં ખાસ ખેડૂત શીબીર યોજાઇ હતી.
જેમાં કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ખેડૂતો માટે રજુ કરાયેલ કૃષિ બિલો નો મુદ્દો મહત્વનો રહ્યો હતો જે અંગેની ખેડૂતોને સાચી માહિતી માર્ગદર્શન આપવા નર્મદા ધારીખેડા સુગર ફેક્ટરી દ્વારા ખેડૂત શિબિરનું આયોજન કરાયું હતું. જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી ખેડૂતોને આપવામાં આવી હતી. બેઠકમાં મોટી સંખ્યામાં આગેવાનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
આ શિબિરમાં કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં સંસદના બંને ગૃહોમાં પસાર કરવામાં આવેલ કૃષિ અંગેનો ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની પણ માહિતી ખેડૂતોને આપવામાં આવી હતી આ કાયદો ખેડૂતોને લાભ કરતા હોવાનું જણાવી આ બાબતે સાંસદ મનસુખ વસાવાએ કૃષિ બિલ ખેડૂતો માટે ઉપયોગી છે અને કોંગ્રેસ તેનો ખોટો વિરોધ કરી રહી છે. તેને વખોડી કાઢી ખેડૂતો આ બિલને સમજે તો કૃષિ બિલ તેમના માટે આશીર્વાદરૂપ હોવાનું જણાવ્યું હતું.જ્યારે નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલે ખેડૂતો માટે કૃષિ બિલ ફાયદાકારક હોવાનું જણાવી ખેડૂતો આ બીલ લાવવા માટે વડા પ્રધાનનો આભાર માન્યો હતો.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા