.*જીએનએ દેવભૂમિ દ્વારકા: રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનો દૌર આવ્યો અને વિવિધ જગ્યા પર લોકોએ જીત મેળવી. ક્યાંક મુંબઈની પ્રખ્યાત મોડલ હારી તો ક્યાંક આઈએએસના પિતા ચૂંટણી જીત્યા. પરિણામો આવતા ગયા અને હાર જીત થતી રહી. ઘણા રાજકારણી લોકોએ પીઠ પાછળ રહી ભૂમિકા અદા કરી તો કેટલાય લોકોએ સામે આવી મેદાનમાં ઉતરી બાજી મારી.દ્વારકાના રાજકીય ક્ષેત્રે અગ્રણી ગણાતા એવા કે ડી કરમુરનું નામ જગજાહેર છે અને તેમના વિકાસના કાર્યોથી જિલ્લા તાલુકાની જનતા વાકેફ છે.
દ્વારકા જિલ્લાની કાટકોલા બેઠક પરથી સરપંચ પદ માટે કે ડી કરમુરના પત્ની શિલ્પાબેન કરમુરને રણસંગ્રામમાં ઉતારવામાં આવ્યા હતા અને તેમણે 1037 મતોથી જીત મેળવી છે. પતિ સાથે પત્ની પણ સેવાકીય કાર્યોથી જોડાયેલ હોઈ પ્રજાએ શિલ્પાબેનનો સાથ આપી તેમને આગળ પણ વધુ સેવા અર્થે કાર્ય માટે મત આપી વધાવ્યા છે. શિલ્પાબેનના વિજયના સમાચાર સાથે જ ગામના લોકો અને સમર્થકોએ એ ઢોલના નાદ અને ફટાકડાના આનંદ સાથે તેમની જીતને વધાવી હતી અને હર્ષભેર સ્વાગત કર્યું હતું. કે ડી કરમુર જે વિક્રમ માડમના નજીકના કહેવાય છે અને તેમના પ્રજા જોગ કાર્યોથી આસપાસની તમામ જનતા જાણે પણ છે. કોઈ પણ સેવાકીય કાર્યમાં સદાય અગ્રેસર રહેતા કે ડી કરમુર ની સાથે સાથે હવે તેમના પત્ની શિલ્પાબેન પણ સાથે જોડાયા છે જે સાચા અર્થમાં સોને પે સુહાગા સાબિત થશે અને પ્રજાના પ્રશ્નોને વાચા આપી તેમનો તાત્કાલિક નિકાલ કરવામાં સહભાગી બનશે. કે ડી કરમુર તેમજ શિલ્પાબેન કારમુરને મળેલ વિજય બદલ ખુબ ખુબ અભિનંદન..