*અમદાવાદના બાપુનગર વિસ્તારમાં લાગેલ આગમાં દુકાનોનો આંકડો વધ્યો અંદાજે 28 દુકાનો આવી આગની ઝપેટમાં*

*અમદાવાદના બાપુનગર વિસ્તારમાં લાગેલ આગમાં દુકાનોનો આંકડો વધ્યો અંદાજે 28 દુકાનો આવી આગની ઝપેટમાં*

અમદાવાદ બાપુનગર વિસ્તારમાં આવેલ શ્યામશીખર કોમ્પ્લેક્ષ ખાતે આવેલ દુકાનમાં વહેલી સવારે આગ લાગતા આસપાસની દુકાનોમાં આગની ઝપેટમાં આવી ખાખ થઈ હતી આગ લાગતા આસપાસની આશરે 28 દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી. ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને બે કલાકે આગને કાબુમાં લીધી હતી. કોમ્પ્લેક્ષમાં મોટાભાગની મોબાઇલની દુકાનો હતી. દુકાનોમાં આગ લાગવાનું કરણ હજુ જાણી શકાયું નથી અને અત્યાર સુધી કોઈ જાનહાનીના સમાચાર જાણવા મળેલ નથી. ફાયર વિભાગ દ્વારા આગ લાગવાની તપાસનો દોર હજુ ચાલી રહયો છે. કોમ્પ્લેક્ષમાં ભોંયરામાં પણ દુકાનો હોવાનું સામે આવ્યું છે તેમાં ફાયર સેફ્ટી પણ ન હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ફાયર વિભાગના અધિકારી રાજેશ ભટ્ટ દ્વારા જણાવ્યા મુજબ એક સાથે આ આગ કેમ ફેલાઈ તેના કારણ માટે FSL ને જાણ કરવામાં આવી સાચું કારણ તપાસ ને અંતે જાણી શકાશે..