રાજપીપળા નગરપાલીકાની ચુટણી ટાણે સત્તાધીશોનુ નાક દબાવતા વોર્ડ નંબર ૫ના સ્થાનીક રહીશો.
વોડના રહીશો દ્વારા ચીફ ઓફીસરને લેખીત આવેદન સાથે અલ્ટીમેટમ
વિકાસના કામો હાથ નહી ધરાય તો ચુંટણી બહીષ્કારની ચીમકી
વોર્ડ ૫ મા વિકાસ કામો ન થતા હોવાનો સ્થાનીકોની ફરિયાદ
વોર્ડ પ મા ૩ સભ્યો કોગ્રેસના અને સભ્ય ભાજપના છે.એટલે કોગ્રેસને બદનામ કરવા માટે કામો કરવામા આવતા નથી!
પણ જો મંજુર થયેલા વિકાસના કામોનહિ થાય તો કોગ્રેસ પણ મોટુ આંદોલન કરશે.-મુન્તઝીર શેખ વિરોધપક્ષના નેતા
રાજપીપળા,તાપ
આગામી ડીસેમ્બરમા નગરપાલીકાની ચુટણીઓ આવવાની છે ત્યારે અત્યારથી જ દરેક વોર્ડમા ચુટણીનો રાજકીય ગરમાવો આવીગયો છે.જેમા પોતાના વોર્ડમા વિકાસના કામો થયાન હોવા બાબતે પ્રજામા ચુટાયેલા શાશકો સામે ચુટણી aણે રોષ વ્યક્ત કરાઈરહયો છે જેમા રાજપીપળાનગરના વોર્ડ નં.૫ મા સ્થાનીક લોકોએ પોતાના વિસ્તારમાં કોઈ વિકાસના કામોના થતા ચુંટણી પહેલા
પોતાના વિસ્તારની સમસ્યાઓ દુર કરવાની માંગ કરી છે. અને જો સમસ્યાઓ દુર કરવામાનહી આવે તો ચૂંટણીનો બહિષ્કારનીચીમકી પણ ઉચ્ચારી છે.
રાજપીપળા નગરપાલીકાના વોર્ડનં૫ના રહીશ સમરબાન અલ્તાફ હુસેન મકરાણી સહિતના ૭૦થી ૮૦વોકોની સહીઓ સાથે કરી
ચીફઓફિસરને તથા મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામા આવ્યુ છે. જેમા આરબટેકરા અને નવીનગરી વિસ્તારમાં વર્ષોથી વિકાસ
થયો નથી. સ્થાનીક રહીશોને પાણી, રસ્તા, સ્ટ્રીટ લાઈટશે, સાફસફાઈ ધાર્મીક સ્થળે કબ્રસ્તાન તરફ જવા લાઇટોનથી, મંજૂર થયેલી
સંરક્ષણ દિવાલ આજ દિન સુધી બનાવાઇ નથી. રસ્તાનાઠેકાણા
જેવી અનેક સમસ્યાઓ વણ ઉકલી હોવાનુ જણાવ્યુ હતુ. છેલ્લાપાચ
છ વર્ષથી પડુ પડુ લીમડો કાપવાની રજુઆત છતા હજુ સુધી કપાયેલો નથી જેવી સમસ્યાઓ હલ કરવા નગરપાલીકાનુ સ્થાનીકરહીશોએ ધ્યાન દોર્યું છે.
આ અંગે રાજપીપળા પાલીકા ના વિપક્ષ નેતા મુનતઝીર ખાનશેખે જણાવ્યું કે વોર્ડ પના વિકાસ માટે ૧૪ જેટલા કામો મંજૂર કરાવ્યા છે. આરબટેકરા ખાતે નવી પાણીની ટાંકી, રાજપીપળા
મુસ્લિમ સમાજ કબરતાનખાતે નવી આરસીસી દિવાલ અને રસ્તો મંજુર કરવામા આવ્યો છે. સફાઈ બાબતની રજુઆત છે એના માટે
સુપરવાઇઝર બદલવામાં આવશે. વોડપ મા ૩ સભ્યો કોગ્રેસના અને ૧ સભ્ય ભાજપનો છે. એટલે કોગ્રેસને બદનામ કરવા માટે
કામો કરવામાં આવતા નથી, પણ જો મંજુર થયેલા વિકાસના કામો નહિ થાય તો કોંગ્રેસ પણ મોટૂ આદોલન કરશે.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપલા