નર્મદા બ્રેકિંગ :આજે નર્મદા જિલ્લામા વધુ 11 કેસ પોઝિટિવ આવતા કૂલ આંકડો 1001પર પહોચ્યો
11પૈકી નાંદોદ મા -03ગરુડેશ્વર તાલુકા મા -03,તિલકવાડા તાલુકા મા 03અને રાજપીપલા મા -02કેસ પોઝિટિવ
આજે સાજા થયેલ 12ને રજા આપી
નર્મદા કૂલ 1001
પોઝિટિવ કેસ
આજે કુલ 425
ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે વડોદરા મોકલ્યા છે
રાજપીપલા, તા5
આજે નર્મદા જિલ્લા મા કોરોના પોઝિટિવનો કૂલ આંકડો 1000ને પાર કરી ને 1001પર પહોચ્યૌ હતો .સતત રોજ વધતા જતા કેસો ઘટવાનુ નામ નથી લેતા જે ભારે ચિંતાનો વિષય બન્યો છે .આજે નર્મદા જિલ્લામા વધુ 11કેસ પોઝિટિવ આવ્યાછે .જેમા આજના 11કેસ મા આરટીપીસીઆર ટેસ્ટમા -02કેસ અને રેપિડ મા 9કેસ પોઝિટિવ આવ્યા છે .જેમા11પૈકી નાંદોદ મા -03,ગરુડેશ્વર તાલુકા મા -03,તિલકવાડા તાલુકામા 03અને રાજપીપલા મા -02કેસ પોઝિટિવ પોઝિટિવ આવ્યા છે
જેમા નાંદોદ તાલુકા ના 3કેસ મા રસેલા ગામે -02 અને શહેરાવ ગામે -01, કેસપોઝિટિવ આવ્યા છે. તેમજ ગરુડેશ્વર તાલુકામા ગરુડેશ્વર ગામે -02અનેકેવડીયા ગામે -01કેસ તેમજ તિલકવાડા તાલુકા મા મા તિલકવાડા ગામે -1કેસ અને જ્લોદરા ગામે -02કેસ અને
રાજપીપલા મા દરબાર રોડ તથા ટેકરા પોલીસ લાઇન મા એક એક કેસ પોઝિટિવ આવ્યા છે .
જ્યારે રાજપીપલાની કોવિડ હોસ્પિટલમા 22અને કોવીદ કેર 23અને હોમ આઇસોલેશન મા 05મળી કૂલ 50 દર્દીઓ સારવાર હેઠળછે .આજે પોઝિટિવ કેસનો આંકડો 1001 પર પહોચ્યો હતો આજે 12દર્દીઓ સારા થઇ જતા રજા આપી છે જ્યારે
આજદિન સુધીમા કોવીદમાથી 496અને કોવીદ કેર માથી 452મળી કૂલ 948ને રજા આપી છે .
આજે કુલઆરટી પીસી આરના27અનેટ્રુ નેટ ના -02અને એન્ટીજન ટેસ્ટ ના396 મળીકૂલ 425ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે વડોદરા મોકલ્યા છે
આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ- 51276વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 17 દરદીઓ, તાવના 28 દરદીઓ, ઝાડાના દરદીઓ24 સહિત કુલ-69 જેટલા દરદીઓ ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 975298 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 767458
લોકોને વિતરણ કરાઇ છે.
.તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા