*ચીનમાં કોરોના પછી હવે બર્ડ ફ્લુનો હુમલો શુઆંગ કિંગમાં 4,500 મરઘાંઓના મોતથી આશંકા*

ચીનમાં કોરોના વાઇરસના કેર વચ્ચે હુનાન પ્રાંતના શુઆંગ કિંગ જિલ્લાના એક ફાર્મમાં ખતરનાક બર્ડ ફ્લુએ હુમલો કર્યો હોવાના અહેવાલ છે. હુબેઈ પ્રાંત કોરોના વાઈરસનું એપી સેન્ટર છે જ્યારે બર્ડ ફ્લુનું એપી સેન્ટર હુનાન પ્રાંત બન્યું છે.ચીનના કૃષિ અને ગ્રામીણ બાબતોના મંત્રાલયના નિવેદન મુજબ આ ફાર્મમાં7,850 મરઘીઓ છે, જેમાંથી 4,500નાં મોત થઈ ગયા છે. જોકે, એચ5એન1થી હજી કોઈ માણસ પર અસર થઈ હોવાનું જાણવા મળ્યું નથી.