*📌શક્તિનાથ ટાંકી તેમજ મકતમપુર ફિલ્ટ્રેશન પ્લાન્ટ (જ્યોતિનગર) અને મક્તમપુર આઉટગ્રોથ એરીયાની તમામ ટાંકી પરથી અપાતો પાણી પુરવઠો બંધ રહેશે*
✍️ મનિષ કંસારા
ભરૂચ: ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી એક પ્રેસનોટમાં જણાવે છે કે, તા.-૨૮/૦૫/૨૦૨૨ ને શનિવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની (૧૩૨ Kv મકતમપુર અંતર્ગત આવેલ તમામ ફીડર) ઉપર અપાતો વીજ પુરવઠો સવારના ૮-૦૦ થી સાંજના ૫-૦૦ કલાક સુધી બંધ રાખવામાં આવનાર હોય, તા.-૨૮/૦૫/૨૦૨૨ ને શનિવારના રોજ સવારના ૮-૦૦ વાગ્યાથી શક્તિનાથ ટાંકી તેમજ મકતમપુર ફિલ્ટ્રેશન પ્લાન્ટ (જ્યોતિનગર) અને મક્તમપુર આઉટગ્રોથ એરીયાની તમામ ટાંકી પરથી અપાતો પાણી પુરવઠો બંધ રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે તથા પાણી સંગ્રહ કરી સાચવીને વાપરવા વિનંતી છે. તા.-૨૯/૦૫/૨૦૨૨ ને રવિવારના રોજ તમામ વિસ્તારમાં રાબેતા મુજબ પાણી પુરવઠો મળશે.
