*રાજકોટની રોયલ સ્કૂલનું રંગીલું કારસ્તાન ફીની રસીદ રોયલ સ્કૂલની અને પરિણામ બહુચર વિદ્યાલયનું*

રાજકોટની રોયલ સ્કૂલનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. સ્કૂલમાં ફીની રસીદ રોયલ સ્કૂલ અને પરિણામ શ્રી બહુચર વિદ્યાલયના નામે આપવામાં આવે છે. ત્યારે સવાલ એ છે કે, એક જ શાળામાં રસીદ અને પરિણામ અલગ અલગ શા માટે એ મહત્વનો પ્રશ્ન છે. અને આ બન્ને સ્કૂલ એક જ ટ્રસ્ટીની હોવાનું પણ સામે આવ્યું છે. આ પહેલા રોયલ સ્કૂલમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવાની ઘટના પણ સામે આવી હતી.