નિર્ભયા કેસના વકીલે કહ્યું હાથરસ ગેંગરેપ પીડિતાના પરિવાર દ્વારા મને બોલાવી :વહીવટીતંત્ર મળવાની મંજૂરી આપતું નથી એડવોકેટ સીમા કુશવાહાએ કહ્યું પીડિત પરિવાર ઇચ્છે છે કે તેઓ કાયદાની સાથે ઉભા રહે

નવી દિલ્હી : 2012ના દિલ્હીના બહુચર્ચિત નિર્ભયા ગેંગરેપ કેસમાં નિર્ભયાના માતાપિતા વતી કેસ લડનાર વકીલે જણાવ્યું હતું કે તેમને હાથરસ ગેંગરેપ પીડિતાના પરિવાર દ્વારા બોલાવવામાં આવ્યા છે. જો કે, તેમણે ઉત્તર પ્રદેશના વહીવટી તંત્ર પર આરોપ લગાવ્યો છે કે તેમને પીડિતાના પરિવારને મળવાની પરવાનગી નથી આપી રહ્યું.

એડવોકેટ સીમા કુશવાહાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે પીડિત પરિવાર ઇચ્છે છે કે તેઓ કાયદાની સાથે ઉભા રહે, પરંતુ વહીવટીતંત્ર તેમને મળવાની પરવાનગી નથી આપી રહ્યું. કુશવાહાએ વધુમાં કહ્યું કે- “વહીવટી તંત્ર દ્વારા મને હાથરસના પીડિત પરિવાર સાથે મળવાની છૂટ નથી મળી રહી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આનાથી કાયદો અને વ્યવસ્થાને અસર થશે. “