મણીનગર પોલીસ સ્ટેશન ના A.S.I અમિતભાઈ બાબુભાઈ નાગોરી નો વિદાય સમારંભ.

અમદાવાદ શહેરમાં મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા A.S.I અમિતભાઈ બાબુભાઈ નાગોરી આજ રોજ નિવૃત્ત થયા,

અમદાવાદ શહેર ના ઝોન -૬ ના મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા A.S.I અમિતભાઈ બાબુભાઈ નાગોરી તારીખ ૩૧ માર્ચ ૨૦૨૩ ના રોજ નિવૃત્ત થયા હોય અને પોલીસ વિભાગમાં આજ દિન સુધી ની પ્રજાલક્ષી ફરજ નિભાવતા *મણીનગર લારી – પાથરણા હિત રક્ષક સમિતિ* ના વેપારી આગેવાનો જેમાં મૂરલીભાઈ ( દાદા) , રાજુભાઈ શાહ, મહેશભાઈ સિંધી, સોનું મિશ્રા, ચકાભાઈ, તથા સામજીક કાર્યકર કમલ પંડ્યા, પત્રકાર કેયુર ઠકકર સહિત ના હોદ્દેદારો એ A.S.I અમિતભાઈ બાબુભાઈ નાગોરી ને સાલ અને પુષ્પ ગુચ્છ થી સમ્માનિત કર્યા હતા,

A.S.I અમિતભાઈ બાબુભાઈ નાગોરી નું આવનાર નિવૃત્તિ નું જીવન સુખમય બની રહે એવી શુભેચ્છાઓ મણીનગર પોલીસ સ્ટેશન ના પ્રથમ P I ઉનડકટ સાહેબ, P.S.I અને તમામ પોલીસ કર્મચારીઓએ દ્વારા અશ્રુ ભીની વિદાય આપી હતી.

 

Report by – Keyur Thakkar

Ahmedabad