*ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને હાઈકોર્ટે આપી રાહત*

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને હાઈકોર્ટે રાહત આપી છે. ટ્રાયલ કોર્ટમાં પ્રદિપસિંહ જાડેજા સામે કાર્યવાહી ચાલી રહી હતી. જેના પર હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. આચારસંહિતાના ભંગ બદલ ફરિયાદ નોંધવા અંગે મેટ્રોપોલિટન કોર્ટે કરેલા હુકમને પડકારતી પ્રદિપસિંહ જાડેજાની અરજીના પગલે હાઇકોર્ટે સ્ટે આપ્યો છે. ફરિયાદ રદ કરવાની માંગણી સાથે પ્રદીપસિંહ જાડેજાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન આચાર સંહિતના ભંગ બદલ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સામે ફોજદારી ફરિયાદ નોંધવા અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે આદેશ આપ્યો હતો.