IT વિભાગને માર્ચ સુધીમાં બે લાખ કરોડની કરવસૂલાતનો લક્ષ્યાંક

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ એક કાર્યક્રમ દરમ્યાન ભારતીય નાગરિકો દ્વારા ઘણો ટેક્સ ઓછો ચૂકવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. એના બે દિવસ પછી સરકારે આવકવેરા વિભાગને માર્ચ સુધીમાં રૂ. બે લાખ કરોડના ટેક્સ વસૂલાતનો લક્ષ્યાંક આપ્યો હતો. આ લક્ષ્યાંક એમ્નેસ્ટી સ્કીમ વિવાદથી વિશ્વાસ હેઠળ આપવામાં આવ્યો હતો, જેની સમયમર્યાદા જૂન, 2020 રાખવામાં આવી છે