ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા અગ્રેસર ગુજરાત કાર્યક્રમનો થયો શુભારંભ.

જીએનએ જામનગર: ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી વિધાનસભા ના ઘોષણાપત્ર રજૂ કરતાં પૂર્વે માનનીય વડાપ્રધાન શ્રી નરન્દ્રભાઈ મોદીજી ની પ્રેરણાથી ગુજરાત રાજ્ય માં અગ્રેસર ગુજરાત કાર્યક્રમ ની શરુઆત કરવામાં આવેલ. આ કાર્યક્રમ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની જનતા પાસેથી સૂચનો, અભિપ્રાયો મેળવવા માં આવી રહ્યા છે. આ તબક્કે ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર દ્વારા પ્રત્યેક વોર્ડમાં તમારા અભિપ્રાય કાર્ડ નું વિતરણ કરી, લોકો પાસેથી અભિપ્રાય મેળવવામાં આવેલ.

આ કાર્યક્રમમાં શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરા, મહામંત્રી વિજયસિંહ જેઠવા, કોર્પોરેટર શ્રીઓ, શહેર સંગઠનના હોદ્દેદારો, વોર્ડ પ્રમુખ, વોર્ડ પ્રભારી, વોર્ડ અગ્રણીઓ, મોરચા સહિત વોર્ડ સમિતિના હોદ્દેદારો જામનગર શહેરના તમામ વોર્ડ માં યોજાયેલ આવા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા.