સાત લાખથી વધુનું ફોરેન એકચેન્જ ખરીદનારને
પાંચ ટકા TCS
પોતાના બાળકોને વિદેશ ભણવા મોકલનાર માતા-પિતા ટીડીએસના કાયદાથી પ્રભાવિત થશે
૫૦ લાખથી વધુનું વેચાણ એક જ વેપારીને કરવામાં આવશે તો 1લી ઓક્ટોબરથી 0.075 ટકા લેખે TCS ભરવો પડશે સાત લાખથી વધુનું ફોરેન એકચેન્જ ખરીદનારને પાંચ ટકા TCS ભરવો પડશે પોતાના બાળકોને વિદેશ ભણવા મોકલનાર માતા-પિતા ટીડીએસના કાયદાથી પ્રભાવિત થશે કેમકે તેમને બાળકો માટે ફોરેન એક્સચેન્જ ખરીદવું પડતું હોય છે.સરકાર દ્વારા કર ચોરી અટકાવવા માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે જોકે તેને કારણે કરદાતાઓની મુશ્કેલીઓ વધશે.
TCSના અમલ અને તેની જોગવાઈ અંગે વિસ્તૃત માહિતી આપતા ટેક્સ એડવાઈઝર પ્રમોદ પોપટે જણાવ્યું હતું કે આવકવેરાના 2020ના રજૂ કરાયેલા નાણાં બિલમાં ટેક્સનુ કલેક્શન વધારવા માટે તેમજ અતિશય થતી કરચોરી અટકાવવા માટે આવકવેરાની કલમ 206c માં કેટલાક સુધારા દાખલ કરવામાં આવેલ છે આ સુધારાઓ અનુસાર કોઈ વેપારી જ્યારે બીજા વેપારીને વેચાણ કરે છે અને જ્યારે આ વેચાણનું પેમેન્ટ સ્વીકારે છે.આવા વેપારીને પહેલી ઓક્ટોબર પછી વેચાણનો સરવાળો જ્યારે ૫૦ લાખ કે તેથી વધારે થશે ત્યારે આવા વધારાના દરેક વેચાણ ઉપર તેણે 0.075 ટકા લેખે વધારાના રકમ માલ લેનાર પાસેથી વેચાણ કિંમત ઉપરાંત ઉઘરાવવાનો રહેશે .
જેની TCS સ્વરૂપે આવકવેરામાં જમા કરાવવાનો રહેશે
તદુપરાંત આવા વેપારી પાસેથી પાન કે આધાર નંબર પણ મેળવવાનું રહેશે જો ખરીદનાર વેપારી પાસે પાન કે આધાર નંબર નહીં હોય તો TCS એક ટકા લેખે ભરવો પડશે આ સુધારા જોકે 50 લાખ ની મર્યાદા ની ગણતરી અગાઉના દિવસથી ગણવાની રહેશે એટલે કે ૧લી એપ્રિલથી સપ્ટેમ્બર સુધી કોઈ એક વેપારીને ૪૦ લાખનું પેમેન્ટ ૩૦મી સપ્ટેમ્બર સુધી મળશે અને ત્યારબાદ ઓક્ટોબર માસમાં બીજા વીસ લાખનું પેમેન્ટ સ્વીકારે તો તેને 60 લાખ ઉપર 0.075 ટકા લેખે 4500 રૂપિયા કિસ્સામાં પાન કે આધાર રજૂ નહીં કરનાર વેપારી આવા કેસમાં રૂપિયા 45 હજાર રૂપિયા TCS ના ભરવા પડશે મોટાભાગના વેપારીઓ ખાસ કરીને હોલસેલના બિઝનેસ કરતા વેપારીઓ અને એમાય બુલિયનના વ્યાપારીઓએ સોફ્ટવેર માં સુધારા કરવા પડશે 50 લાખ કરતા વધુ પેમેન્ટ આવ્યું છે કે નહીં તેના માટે વેપારીઓ પોતાના સોફ્ટવેરમાં પણ સુધારો કરવો પડશે કારણ કે જો TCS વસુલ કરીને જમા નહીં કરવામાં આવે તો ઇન્કમટેકસ વિભાગ દ્વારા ૧લી ઓકટોબરથી દંડનીય કાર્યવાહી કરવામાં આવશે .
આ માટે ૫૦ લાખ ઉપર નું પેમેન્ટ માટે સતત ઇન્વોઇસ કે બીલ ચેક કરવાના બદલે વેપારીઓએ પોતાના સોફ્ટવેરમાં તેની ગણતરી થાય તે પ્રમાણેની વ્યવસ્થા આગામી દિવસોમાં ઉભી કરવાની રહેશે .
વિદેશ રહેતા અને ભણવા જતા વિદ્યાર્થીઓના વાલીઓ માટે પણ આ મુદ્દો ખૂબ જ ચિંતાનો વિષય બની રહેશે કેમ કે હવેથી પહેલી ઓક્ટોબરથી ફોરેન રેમીટન્સની કિંમત જો સાત લાખથી વધુ થશે તો ફોરેન એક્સચેન્જ આપતી કંપનીઓએ ફોરેન કરન્સી ખરીદનાર પાસેથી પાંચ ટકા વધુ વસૂલશે બેન્કિંગ ચેનલથી મોકલવા માગતા હશે તો પણ ગ્રાહક પાસેથી પાંચ ટકા TCS વસૂલાશે એટલે કે હવે જો કોઈ વાલીએ પોતાના ફોરેન ભણવા જતા બાળકને 10 લાખનું રેમિટન્સ મોકલવા માટે રૂ 50000 TCS ભરવો પડશે જો કે માલ ખરીદી કે ફોરેન એક્સચેન્જ ખરીદવું બંનેમાંથી એક પણ ટ્રાન્જેક્શન આવકવેરાને પાત્ર આવક નથી છતાં આવા TCS વસૂલ કરવામાં આવી રહ્યા છે .TCS ચૂકવનાર ઇન્કમટેક્સ રિટર્ન માં તેની વિગતો રજૂ કરીને રિફંડ મેળવી શકશે.