*શાકભાજીનો જથ્થો પૂરો પાડવા એપીએમસીનું આશ્વાસન*

સુરતઃ એપીએમસી દ્વારા શાકભાજીનો સ્ટોક પૂરતા પ્રમાણમાં આપવા આશ્વાસન છતાં શાકભાજીના દરમાં 20 થી 25 ટકાનો વધારો થઈ ચૂક્યો છે. સુરતમાંથી કોરોનાનો પોઝિટીવ કેસ ડિટેક્ટ થતાં શહેરીજનોએ જીવનજરૂરિયાતની વસ્તુઓની ખરીદી કરવા માટે દોડ મુકી હતી. જેના કારણે અનાજ-કરિયાણના સ્ટોર્સ સહિત શોપિંગ મોલ્સમાં પણ ભીડ જોવા મળી હતી