એલ.એન્ડ ટી. તથા ભારત કેરનાં સંયુક્ત ઉપક્રમે ઓલપાડની ધનશેર પ્રાથમિક શાળામાં નવતર કાર્યક્રમ
લાર્સન એન્ડ ટુર્બો હજીરા, સુરત તથા ભારત કેરનાં સંયુક્ત ઉપક્રમે ઓલપાડ તાલુકાની ધનશેર પ્રાથમિક શાળામાં અર્વાચીન સહિત વિવિધ પ્રાચીન રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજનાં સમયમાં બાળક મોબાઈલ અને ટીવીની વચ્ચે રમતો રમવાનું ભૂલી ગયો છે ત્યારે શાળામાં વિવિધ વિસરાઈ ગયેલી રસ્સા ખેંચ, લખોટી, ગિલ્લી દંડા, એક મિનિટ જેવી રમતો બાળકોને રમાડવામાં આવી હતી. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતિય ક્રમ મેળવનારા બાળકોને આકર્ષક ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. અંતમાં સૌરાષ્ટ્રની ખૂબજ પ્રખ્યાત ઉંધીયું પાપડીનો રસાસ્વાદ પણ બાળકોએ માણ્યો હતો.
આ નવતર આયોજન બદલ ધનશેર શાળા પરિવાર તથા શાળા વ્યવસ્થાપન સમિતિએ લાર્સન એન્ડ ટુર્બો તથા ભારત કેરનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.