મળસ્કે 4.30 કલાકે ટ્રક ચાલકે ગફલતભરી રીતે હંકારી રોડની સાઈડે ઉતારી પાડતાં સર્જાયેલો અકસ્માત.
રાજપીપળા,તા.28
આજે રાજપીપળા ખાતે વહેલી સવારે રાજરોક્ષી સિનેમા પાસે ટર્ન લેવા જતાં એક હાઇવા ટ્રક સિનેમાની અંદર જવાના ગેટમાં ઘુસી જતા આજુબાજુની દુકાને નુકસાન થવા પામ્યું હતું. આજે મળસ્કે 4.30 કલાકે ટ્રકના ચાલકે ગફલતભરી રીતે હંકારી રોડની સાઈડે ઉતારી પાડતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે વહેલી સવારે પબ્લિકની અવરજવર ન હોવાથી કોઇ જાનહાની થવા પામી નહોતી. ગીતા રેસ્ટોરન્ટ ની બાજુમાં આ ટ્રક અથડાતા અંદર ઘૂસી જવા પામી હતી. હાઇવા ટ્રકવાળા પૂરપાટ વેગે આડેધડ હંકારતા હોવાથી આ ચાર રસ્તા પાસે અવાર નવાર નાના-મોટા અકસ્માતો થતા હોય. અહીં રાઉન્ડ ધી ક્લોક પોલીસ બંદોબસ્ત રાખવાની માંગ ઉઠી હતી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા