નાંદોદ તાલુકાના નીકોલી ગામે મહિલાનું અપહરણ કરી બળાત્કાર કર્યાની ફરિયાદથી ચકચાર.

નાંદોદ તાલુકાના નીકોલી ગામે તથા વાઘોડિયા ગામ એ મહિલાનું અપહરણ કરી સીમમાં આવેલ શેરડીના ખેતરમાં લઈ જઈ મહિલા સાથે બળાત્કાર કર્યાની ફરિયાદ થી ચકચાર.
આરોપીઓ સામે આમલેથા પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ.
રાજપીપળા, તા. 28
નાંદોદ તાલુકાના નીકોલી ગામે તથા વાઘોડિયા ગામ એ મહિલાનું અપહરણ કરી સીમમાં આવેલ શેરડીના ખેતરમાં લઈ જઈ મહિલા સાથે બળાત્કાર કર્યાની ફરિયાદ આમલેથા પોલીસ મથકમાં કરાતા ચકચાર મચી જવા પામી છે.આ અંગે બળાત્કાર ગુનાની પોલીસ ફરિયાદ આમલેથા પોલીસ મથકમાં નોંધાઇ છે.
ભોગ બનનાર ફરિયાદી મહિલાએ આરોપી પરેશભાઈ કાલીદાસભાઈ વસાવા (રહે, નીકોલી, નવીનગરી )તથા હિંમતભાઈ ભોપતભાઈ વસાવા (રહે,મેડગામ ) સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગતો મુજબ ફરિયાદીબેન પોતાના ઘર પાછળ આવેલ બાથરૂમમાં પેસાબ કરવા માટે ગયેલા હતા અને બાથરૂમમાં માંથી પરત ઘરમાં જતી હતી તે વખતે આરોપી પરેશભાઈ કાલીદાસભાઈ વસાવા (રહે,નીકોલી,નવીનગરી) એ ફરિયાદી બેનને પકડી ઘરની પાછળના ભાગે પંદરેક ફૂટ દૂર ખેંચી લઈ જતા બુમાબુમ કરતા સાહેદ રશ્મિકાબેન કનુભાઈ વસાવા દોડી જઈ આરોપી પરેશભાઈ ને પકડી પાડતા તેની સાથે ખેંચાતાં કરી નાસી ગયેલા, તથા આરોપી હેમંતભાઈએ ફરિયાદીના ઘર પાસે આરોપીની દેખરેખ માટે ઊભો રહી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી એમ જ આરોપી પરેશભાઈ પોતે ફરિયાદી સગીર વયની હોવાનું જાણતો હોવા છતાં,ફરિયાદી બેનનું સાતેક માસ અગાઉ અપહરણ કરી વાઘોડિયા ગામની સીમમાં આવેલા શેરડીના ખેતરમાં લઈ જાય ફરિયાદી બેન સાથે બળાત્કાર કરી ગુનો કરતાં તેની ફરિયાદ આમલેથા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો નોંધી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા