*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા. 28/09/2020*

*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી*
*તા. 28/09/2020*

**
*કડી દારૂકાંડ મામલો: PI એસ. એમ. રામાણી અને હે.કો. પહેલાદ પટેલની ધરપકડ*
કડી પોલીસ સ્ટેશનમાંથી દારૂ સગેવગે કરવાનો કેસમહેસાણા બી ડિવિઝન પી.આઇ. એસ. એમ. રામાણીની ધરપકડ પ્રહલાદ પટેલની પણ ધરપકડ Dysp એમ. જે. સોલંકીની સીટની ટીમે કરી ધરપકડઆ કેસના તમામ 9 આરોપીઓ ઝડપાઈ ગયઆ કેસમાં એસ. એમ. રામાણીની સંડોવણી ખુલતા તેમની કરાઇ ધરપકડ કેસના 9 આરોપીઓ ઉપરાંત વધુ આરોપીની ધરપકડ
**
*પીપીઇ કીટ કૌભાંડનો પર્દાફાશ થયો*
કોરોના મહામારીમાં એક પછી એક કૌભાંડ સામે આવી રહ્યા છે ત્યારે અમદાવાદ કોર્પોરેશનની બે નોન કોવિડ હોસ્પિટલમાથી PPE કીટ કૌભાંડનો પર્દાફાશ થયો છે. એલ જી હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલમાં પીપીઈ કીટનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે એલ જી હોસ્પિટલે બે જ દિવસમા રૂ 8 લાખથી વધુની કિમતની PPE કીટની ખરીદી કરી હોવાનું જાણવા મળ્યું.
**
*ઓ કૌભાંડનો પર્દાફાશ થયો ઓક્સિજન કૌભાંડ કટકી બાજો સક્રિય*
સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન કૌભાંડ હોસ્પિટલમાં ઓક્સિજનની અછત વચ્ચે કટકીબાજો સક્રિય થયા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં એક જ તારીખે બે અલગ અલગ ઓક્સિજનની ખરીદી કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે એક જ કંપની પાસેથી એક જ દિવસના અલગ અલગ ભાવના બે બિલ ચૂકવવામાં આવ્યા છે. જેમાં પૂર્વ સુપ્રિન્ટેન્ડેન્ટ આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
**
*ઇન્જેકશનના કાળા કારોબારનો પર્દાફાશ*
રાજકોટ પોલીસે જીવન રક્ષક ઇન્જેકશનનો કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ડમી ગ્રાહક ઉભા કરીને આખું છટકું ગોઠવ્યું હતું. જેમાં એક મહિલા સહિત પાંચની પોલીસે ધરપકડ કરી છે. રેમડેસિવર ઇંજેકશનની કાળા બજારી અંગેની બાતમી ક્રાઇમબ્રાંચને મળતા ક્રાઇમબ્રાંચે છટકું ગોઠવીને એક પછી એક આરોપીઓ પર સકંજો કસ્યો
**
*5૦૦ કાર્યકર્તાઓ મોહનસિંહ રાઠવાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા*
પાવીજેતપુર ખાતે સન્માન કાર્યક્રમાં ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હતા. પૂર્વ ભાજપ પ્રમુખ તેમજ પૂર્વ જિલ્લા પંચાયતના સભ્ય કૉંગ્રેસમાં જોડાયા હતા. ભાજપને રામ રામ કરી ભાજપના ૫૦૦ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા. મોહનસિંહ રાઠવાએ કૉંગ્રેસનો ખેસ પહેરાવી કાર્યકર્તાઓનું સ્વાગત કર્યુ હતુ.
**
*ખેડૂતોના ભારે વિરોધ વચ્ચે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે કૃષિક્ષેત્રના ત્રણ વિધેયકને મંજૂરી આપી*
પંજાબ અને હરિયાણા સહિત દેશભરમાં ભારે વિરોધ વચ્ચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કૃષિક્ષેત્રને લગતા ત્રણ વિધેયકને મંજૂરી આપી છે. આ સાથે આ વિધેયકો હવે કાયદાનું સ્વરૂપ ધારણ કરી લીધુ છે. સંસદે તાજેતરમાં કૃષિ ઉત્પાદન વ્યાપાર અને વાણિજ્ય સંવર્ધન અને સુવિધા વિધેયક 2020, મૂલ્ય આશ્વાસન અને કૃષિ સેવા પર ખેડૂત સશક્તિકરણ અને સુરક્ષા સમજૂતી, 2020, આવશ્યક ચીજવસ્તુ સુધારા વિધેયક,2020ને મંજૂરી આપવામાં આવી છે.
**
*ધામા હાઈવે પર પથ્થર ફેલાવ્યા કોલોનીમાં વાહન ફૂંક્યા*
ઉદેયપુરડૂંગરપુર પાસે મોડી રાતે ઉપદ્રવી હાઈવે પર આવેલી શ્રીનાથ કોલોનીમાં ઘુસ્યા, અહીંયા 40 હથિયારબંધ જવાન તહેનાત કરાયાઉદેયપુરના ખેરવાડામાં ફાયરિંગ થયા પછી લોકોના મોતની સૂચના જો કે હાલ સત્તાવાર રીતે પુષ્ટી થઈ શકી નથી
**
*સુરત જતી ખાનગી ટ્રાવેલ્સની બસ ગોધરા પાસે પલ્ટી*
ઉત્તરપ્રદેશથી સુરત ઓવરલોડેડ ખાનગી બસ પલ્ટી ખાઇ જતા મુસાફરોના જીવ જોખમમાં મૂકાયા હતાખાનગી બસો બેરોકટોક 100થી વધુ મજૂરોને ભરીને નીકળે છે ત્યારે રાત્રીના સમયે પોલીસ પેટ્રોલિંગની કામગીરી સામે શંકાની સોયકોરોના મહામારી દરમિયાન એક બસમાં 30ની જગ્યાએ 100 જેટલા મજૂરને બેસાડવામાં આવતા સંક્રમણ ફેલવવાની પૂરેપૂરી શક્યતા બેફામ બનેલા ખાનગી બસના સંચાલકો સામે પોલીસ ક્યારે કાર્યવાહી કરશે?
**
*જસવંત સિંહનું 82 વર્ષની ઉંમરે નિધન*
1998માં પરમાણુ પરીક્ષણ પછી અમેરિકાએ ભારત પર સખ્ત પ્રતિબંધો લગાવ્યા હતા, ત્યારે જશવંતે અમેરિકા સાથે વાતચીત કરી હતી2014માં તેમને ભાજપે લોકસભા ચૂંટણીમાં ટિકિટ આપી ન હતી, તે પછી તેમણે ભાજપ છોડી દીધું હતું
અટલ સરકારમાં મંત્રી રહેલા જસવંત સિંહ(82)નું રવિવારે નિધન થયું છે.
**
*ડ્રાઇવિંગ કરતી વખતે મેપ જોવા માટે મોબાઇલ ફોનનો ઉપયોગ કરી શકાશે*
માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે ઘણા નિયમોમાં ફેરફાર કર્યાવાહનના કાગળો અને ચલણ માટે એક નવું વેબ પોર્ટલ બનાવવામાં આવશે
માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે કહ્યું કે, વાહન ચલાવતી વખતે મોબાઇલ અથવા અન્ય હેન્ડ હેલ્ડ ડિવાઇસનો ઉપયોગ કરી શકાય છે.
**
*વડાપ્રધાને કહ્યું કોરોનાએ એકબીજાની સાથે રહેવાનું શીખવાડયું*
મોદીએ પોતાના રેડિયો પ્રોગ્રામ ‘મન કી બાત ના 69માં એપિસોડમાં દેશવાસીઓને 11 વાગે ઓલ ઇન્ડિયા રેડિયો, દૂરદર્શન અને નરેન્દ્ર મોદી એપ પરથી સંબોધિત કર્યા હતા. પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ લોકોને કોરોના કાળમાં સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાની અપીલ કરી. વડાપ્રધાને કહ્યું કે, કોરોનાના સમયમાં બે ગજનું અંતર રાખવું ખૂબ જ જરૂરી છે.
**
*બે પ્રાઈવેટ હૉસ્પિટલને એક લાખનો દંડ*
નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (એનએમએમસી)ના પ્રવક્તા મહેન્દ્ર કોન્ડેએ કહ્યું કે, એરોલીની ક્રિતી કૅર આઈસીયુ એન્ડ સુપર સ્પેશ્યાલિટી હૉસ્પિટલ અને વાશીની ગ્લોબલ 5 સ્ટાર કૅર (કુન્નુર હૉસ્પિટલ)ને શો-કોઝ (કારણ બતાવો) નોટિસ 19 સપ્ટેમ્બરે ફટકારી હતી. જોકે આ બંને હૉસ્પિટલે સમયમર્યાદામાં જવાબ આપ્યો નહોતો.
**
*માસ્ક ન પહેરવા પર ૬ કરોડથી વધુનો દંડ વસૂલાયો*
સરકારના આદેશને ધોળીને પી ગયા હોય તેમ માસ્ક વિના બહાર નીકળીને પોલીસ સાથે ઘર્ષણ કરતા હોય છે. આવા અનેક કિસ્સા સામે આવ્યા છે તો પોલીસે પણ સામે કરોડોનો દંડ વસૂલ કર્યો છે.૧૬,૬૦૫ જેટલા લોકો સામે ગુનો દાખલ કરવાથી લઈને ધરપકડ કરવા સુધીની
**
*ગુજરાત ટુરીઝમને ખોટ*
દુનિયાભરમાં લોકડાઉનના કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. તેમાંય ટુરીઝમ ક્ષેત્રને મોટું નુકસાન થયું છે. ગુજરાતની વાત કરીએ તો અંદાજે ૧૫૦૦ થી ૧૭૦૦ કરોડનું નુકશાન છે અને આ નુકશાન ભરપાઈ કરતા હજી બે વર્ષ જેટલો સમય વીતી જશે. જ્યાં સુધી રેલ્વે અને ફ્લાઈટ ચાલુ નહીં થાય અને ટ્રાવેલ એડવાઈઝરી નહીં ખુલે ત્યાં સુધી ટુરીઝમ ઉદ્યોગ મંદ રહેશે.
**
*પોલો ફોરેસ્ટ ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટીયા*
ગુજરાતના મિનિ કાશ્મીર તરીકે પ્રચલિત પોલો ફોરેસ્ટમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા કોરોના ગાઈડ લાઈન જળવાતી નથી તેવો સ્થાનીકોએ આક્ષેપ કર્યો છે. હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે મોટાભાગના પ્રવાસન સ્થળો બંધ છે. જેને પગલે પોલો ફોરેસ્ટ ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.
**
*અયોધ્યા પછી હવે મથુરાના કૃષ્ણ જન્મભૂમિ કેસ કોર્ટમાં*
મથુરા-અયોધ્યા માં રામ જન્મભૂમિ કેસ માં ઉચ્ચતમ ન્યાયાલય નો એતિહાસિક ફેસલો આવ્યા પછી હવે મથુરા માં કૃષ્ણ જન્મભૂમિ આ કેસ કોર્ટમાં પણ પહોંચી ગયો છે. કોર્ટમાં કરેલી અરજીમાં 13.37 એકર વિસ્તારની માલિકી તેમજ જગ્યા પર સ્થિત શાહી ઇદગાહ મસ્જિદને હટાવવાની ખાતરી આપવામાં આવી છે. તે જ સમયે, વર્ષ 1968 માં થયેલા કરારને પણ ખોટો ગણાવ્યો છે
**
*માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગર ગરબે ઘુમતું જોવા મળ્યું*
આજે સંસ્કાર ભારતી શાળા ખાતે લાસ્ય ક્લાવૃંદ દ્વારા ગરબાનું શૂટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારના આદેશ અનુસાર કોઈપણ જાતના સોશિયલ ડીસ્ટન્સ અને માસ્ક વગર ગરબા રમાડવામાં આવ્યા હતા સાથે જ 30થી વધુ લોકો આ જગ્યાએ ગરબા રમતા જોવા મળ્યા હતા.
**
*સુરત માર્કેટ વિસ્તારમાં સંક્રમણ 176 પોઝીટીવ કેસ મળ્યા*
સુરતની ઓળખ બની ચુકેલું કાપડ બજાર હવે સુરતમાં કોરોના સંક્રમણ માટે પણ જાણીતું બની રહ્યું છે. ટેક્ષટાઈલ માર્કેટ વિસ્તારમાં સંક્રમણમાં વધારો થતાં મ્યુનિ. તંત્રએ માર્કેટોમાં ચેકીંગ પોઈન્ટ ઉભા કરીને ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.
**
*કરોડોના ખર્ચે ખરીદાયેલા વાહનો જ ધૂળ ખાય છે*
ગુજરાતના વહિવટીતંત્ર દ્વારા નક્કર આયોજન વિના જ અનેક ખર્ચ કરવામાં આવતા હોય છે અને તેનું વધુ એક દ્રષ્ટાંત સામે આવ્યું છે. નગરપાલિકાના ઘન કચરાના કાર્યક્ષમ વ્યવસૃથાપન માટે 25 રેફ્યુઝ કોમ્પેક્ટર રૂપિયા 9.94 કરોડની કુલ કિંમતે ખરીદાયા હતા
**
*મહિલા હેલ્થ ઓફિસરની છેડતી કરનાર ફાર્માસીસ્ટ સસ્પેન્ડ*
બાલાસિનોર કોવિડ હોસ્પિટલમા ૨૧ સપ્ટેમ્બરના રોજ હોસ્પિટલના ૫૦ વર્ષીય ફાર્માસિસ્ટ દ્વારા ફરજ પરના મહિલા હેલ્થ ઓફિસરની જાતીય સતામણીનો મામલો બહાર આવતા જિલ્લાભરમાં ભારે ચકચાર મચી ગઇ હતી.આ મામલે જિલ્લા કલેકટર દ્વારા તાકીદે પગલા લઈ કમિટીની રચના કરી હતી અને બંને પક્ષકારોને બોલાવી સાંભળ્યા બાદ ફાર્માસિસ્ટને સસ્પેન્ડ કરાયાનું જાણવા મળે છે.
**
*સુરત શહેરના વરિષ્ઠ પત્રકાર શ્રી કમલેશભાઈ મહેતાના દુ:ખદ અવસાનના*
પ્રભુ,સદ્દગત દિવ્ય આત્માને ચિર શાંતિ અર્પે અને પરમ કૃપાળુ પરમાત્મા તેમના પરિવારજનોને દુ:ખ અને આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના
**
*સંસદ સત્રમાં સાંસદે પ્રેમિકોના પ્રાઇવેટ પાર્ટ કિસ કરી*
આ ઘટનાનો સરકારે યૂટ્યૂબ ચેનલ સાથે મહામારી દરમિયાન વર્ચ્યુઅલ ડિબેટ માટે સ્થાપિત સંસદની વિશાળ સ્ટ્રીન પર પણ લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો.કોરોના વાયરસને કારણે હાલ આખા વિશ્વમાં ઑનલાઇન મીટિંગનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. આની સાથે જ એવી પણ ઘટનાઓની સંખ્યા વધી રહી છેજેમાં લોકો કેમેરા સામે આપત્તિજનક સ્થિતિમાં જોવા મળ્યા. તાજેતરમાં જ આર્જેન્ટીનાના એક સાંસદને ઑનલાઇન સંસદીય ડિબેટ દરમિયાન પોતાની પ્રેમિકાના પ્રાઇવેટ પાર્ટ પર કિસ કરતા જોવા મળ્યા
*હાર્પિક નાખીને બાળ્યો પતિનો ગુપ્તાંગ*
ઉત્તર પ્રદેશના મેરઠ જનપદમાં ટીટીનગર ક્ષેત્રની રહેવાસી મહિલા પોતાના પતિ અને બાળકોને નશાની ગોળીઓ આપીને પ્રેમી સાથે એન્જૉય કરતી પકડાઇ. હોંશમાં આવેલા પતિએ આરોપ મૂક્યો છે કે મહિલાએ હાર્પિક નાખીને તેનો ગુપ્તાંડ બાળી દીધો છે. પોલીસ આ ઘટનાની તપાસમાં લાગી છે.
**
*રેલવે બાંદ્રા ટર્મિનસ ગોરખપુર સહિત 3 સ્પેશિયલ ટ્રેન દોડાવશે*
સુરતદિવાળી નજીક આવતા રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસ-ગોરખપુર અને સુરત-ખુરદા રોડ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય કરવામા આવ્યો છે. આટલું જ નહીં પણ હઝરત નિઝામુદ્દીન-મડગાવ રાજધાની સ્પેશિયલ ટ્રેન વડોદરા અને સુરતના રસ્તે દોડાવવામાં આવશે. બાંદ્રા ટર્મિનસ -ગોરખપુર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન 30 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. આવી જ રીતે સુરત-ખુરદા રોડ સાપ્તાહિક સુપર ફાસ્ટ સ્પેશિયલ ટ્રેન 27 સપ્ટેમ્બરથી 20 ઓક્ટોબર સુધી દોડાવવામાં આવશે. ત્રણેય ટ્રેનનો ફાયદો સુરતના મુસાફરોને મળી શકશે. તમામ ટ્રેનોનું બુકિંગ પી.આર.એસ. કાઉન્ટર અને આઇ.આર.સી.ટી.સીની વેબસાઈટ પર ખુલી ચુક્યું છે. ઉલ્લેખનીય છે કે, હાલ રેગ્યુલર ટ્રેનોની અછત હોવાથી લોકોને ઘણી બધી તકલીફો થઈ રહી છે.