હેડલાઈન.

📚🖥️ફી માફીને લઈને વાલીઓ અડગ, 50% ફી માફી ને લઈને મંગળવારે ફરી ઓલ ગુજરાત વાલી મંડળની શિક્ષણમંત્રી સાથે બેઠક. HCના ચુકાદા પ્રમાણે ફી માફી કરવા માગ કરશે.
🚐💊ઉત્તરપ્રદેશથી 100 મજૂરો ભરીને સુરત આવી રહેલી બસનો ગોધરા પાસે અકસ્માત: 35 મુસાફરો ઘાયલ, 7ની હાલત ગંભીર.
🌈😎😎હાલ, જયારે અ.મ્યુ.કો. કોરોના મહામારી ને કાબુમાં કરવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યું છે ત્યારે તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તા. 25-09-2020 ના રોજ કરેલ સઘન કામગીરી દરમ્યાન મળેલ ફોટો-વિડીયો જોતાં સ્પષ્ટ જણાય છે કે, યુવા વર્ગ માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનાં નિયમોનો ભંગ કરી રહ્યું છે. મુખ્યત્વે સિંધુ ભવન રોડ, પ્રહલાદ નગર રોડ, આઈ.આઈ.એમ. રોડ, એસ જી હાઇવે અને રીંગ રોડ જેવા વિસ્તારોમાં યુવાનોના ટોળા ભેગા થતાં જોવા મળે છે. આમ કરવાથી, તેઓ ઘરે જઈને ઘરમાં રહેતા તેમના માતાપિતા, કુટુંબીજનો અને બીજા વયોવૃધ્ધ લોકોને સંક્રમિત કરવાનું જોખમ વધારી રહ્યાં છે. આવા તમામ લોકો ફરજીયાત માસ્ક પહેરે અને મોટા ગ્રુપમાં સોશિયલ ડીસ્ટન્સીંગનાં નિયમોનું પાલન કરે. જેનું પાલન નહીં કરવામાં આવે તો અ.મ્યુ.કો. દ્વારા સખ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
🚨🚨💉 ન્યુઝ… વડોદરાના એડિશનલ કલેક્ટર સુરેશ ગામીત નું હૃદય રોગના હુમલાથી મૃત્યુ, 2018 થી બરોડા માં હતા કાર્યરત.. વડોદરા સિવિલ ડિફેન્સ માં બજાવતા હતા ફરજ, શુક્રવારે રાતે આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડયો, મહેસૂલી અધિકારીઓમાં શોક.
🤧😷👾👹Some more pictures of 25th September showing as if people in Amdavad have forgotten Corona.
❌✖️❌#સાંબરકાંઠા
સાંબરકાંઠાના ઇડરમાં એક અઠવાડિયા માટે સ્વૈચ્છિક લૉકડાઉન.