ભારતીય બનાવટનાં પરપ્રાંતીય વિદેશી દારૂની નાની-મોટી અલગ-અલગ બ્રાન્ડની કંપનીની શીલ બંધ બોટલ તથા કંપનીની શીલ બંધ બીયરના ટીન મળી કુલ્લે નંગ- ૧૦૦૭ કિં.રૂ. ૧,૪૪,૪૭૫/- ની મત્તાનો જથ્થો પકડી પાડતી સરદારનગર પોલીસ
અમદાવાદ: પોલીસ કમિશનર અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર- ૨ નાઓ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન-૦૪ તથા મદદનીશ પોલીસ કમિશનર ‘જી’ ડિવિઝન નાઓ તરફથી પ્રોહિ- જુગારની પ્રવૃત્તિઓ નેસ્ત-નાબુદ કરવા અંગેની સુચના આધારે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વી.ડી. વાઘેલા નાઓ નાં માર્ગદર્શન તેમજ સુચના આધારે પો.સ.ઇ. બી. કે. ચૌધરી તથા મ.સ.ઇ. રઘુભાઈ વિઠ્ઠલભાઈ બ.નં.૧૩૪૭૯ તથા અ.હે.કો. રમેશભાઈ રત્નાભાઈ બ.નં. ૯૯૩૬ તથા અ.પો.કો. અમરતભાઈ ઉમાજી બ.નં.૧૧૯૨૫ તથા પો.કો. રણજીત ગમાજી બ.નં. ૧૨૭૧૧, પો.કો. વિભુભાઈ ગોબરભાઈ બ.નં.૧૨૮૬૫, પો.કો. જીજ્ઞેશકુમાર મહેન્દ્રભાઈ બ.નં.૧૧૩૬૦ તથા વુ.પો.કો.મમતાબેન શંભુસિગ બ.નં.૩૭૮૬ નાઓ સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન મ.સ.ઇ. રઘુભાઈ વિઠ્ઠલભાઈ બ.નં.૧૩૪૭૯ તથા અ.હે.કો. રમેશભાઈ રત્નાભાઈ બ.નં.૯૯૩૬ નાઓને મળેલ ચોક્કસ ખાનગી બાતમી હકીકત આધારે સચીન રાજેશભાઈ પ્રતાપભાઈ તમંચે(છારા) ઉં.વ.૩૧, રહે.મ.નં.૭૮, નીલકમલ ટેનામેન્ટ ગેલેક્સી અંડરબ્રિજની પાસે સરદારનગર અમદાવાદ શહેર નાઓ પોતે પોતાના કબજાના મકાનમાં ભારતીય બનાવટનાં પરપ્રાંતીય વિદેશી દારૂ ની નાની-મોટી અલગ-અલગ કંપનીની શીલ બંધ બોટલ અને બીયરના ટીન મળી કુલ્લે નંગ-૧૦૦૭ કિં.રૂ. ૧,૪૪,૪૭૫/- ની મત્તાનો જથ્થો રાખી રેડ દરમિયાન મળી આવેલ તથા વિદેશી દારૂનો જથ્થો આપનાર સંજય ઉર્ફે ગચડો સુનીલ ઇન્દ્રેકર રહે.ઘાંસીનગર, નોબલનગર, અમદાવાદ શહેર તથા રવી દીવાકર યાદવ રહે.નોબલનગર, સરદારનગર, અમદાવાદ શહેર નાઓ વિરુદ્ધમાં સરદારનગર પોલીસ સ્ટેશન પ્રોહિ. ગુ.ર.નંબર- ૧૧૧૯૧૦૪૦૨૩૧૮૫૪/૨૦૨૩ ધી પ્રોહિ. કલમ-૬૬(બી),૬૫(એ)(ઇ),૧૧૬(૧)બી,૮૧ મુજબ ગુનો રજીસ્ટર કરી પ્રોહિ.નો ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ છે.