*રૂપાબા વિધાલયના સંચાલકે પ્રેન્સિપાલને સંબંધ રાખવા કિસ કરી*
અમદાવાદના અમરાઈવાડીની ખાનગી સ્કુલના સંચાલકે રોમીયોગીરીની હદ વટાવી. શિક્ષિકાએ પ્રેમસંબંધ રાખવાની ના પાડતા ઘરમા ઘુસીને ગાલ પર બચકા ભર્યા આ અંગે રામોલ પોલીસે સંચાલકની ધરપકડ કરી છે. રૂપાબા વિધાલયના સંચાલક પારકો મુદલીયાર એક શિક્ષિકાના પ્રેમમાં પડ્યા. એક તરફી પ્રેમમાં પાગલ સંચાલકે શિક્ષિકાને પ્રેમ સંબંધ રાખવા અને વોટ્સએપ પર વાત કરવા માટે દબાણ કર્યુ. પરંતુ શિક્ષિકાએ પ્રેમ ઠુકરાવી દેતા બદલો લેવા સંચાલક શિક્ષિકાના ઘરે પહોચ્યા અને હેવાનીયત ભર્યુ કૃત્ય કર્યુ હતું.આરોપીએ શિક્ષિકાને લાતો મારી, સોફા પર પછાડી
***********
*રાજ્યના ગૃહ પ્રધાને ૧૦ ડીસીપીની બદલીનો આદેશ રદ*
મુંબઈ: ૧૦ ડેપ્યુટી પોલીસ કમિશનર ડીસીપીની બદલીનો ત્રણ દિવસ જૂનો આદેશ રાજ્યના ગૃહ પ્રધાને રદ કરીને તેમને પોતાની હાલની પોસ્ટિંગ પર જ ફરજ બજાવવાનું કહ્યું હતું પોલીસના ૧૦ ડીસીપીની ટ્રાન્સફરનો આદેશ બહાર પડાયો હતો.
***********
*કોન્સ્ટેબલ રાકેશ તાવીયાડની અટકાયત*
અમદાવાદ. દારૂ પીને આવેલા પીસીઆર વાનના ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ રાકેશ તાવીયાડ સામે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં દારૂ પીધેલા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે. દારૂ પીને આવેલા પોલીસકર્મીએ માર મારતા મોટી સંખ્યામાં ટોળું ભેગું થઈ ગયું હતું અને વીડિયો વાઇરલ કર્યો હતો. જેથી કાગડાપીઠ પોલીસ સક્રિય બની હતી અને તાત્કાલિક રાકેશ તાવીયાડની અટકાયત કરી લીધી હતી.
***********
*રીક્ષા એસોસિએશન દ્વારાહડતાલની જાહેરાત*
રીક્ષા એસોસિએશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે પ્રતીક હડતાલ કરવાના છે. સરકારને લોક ડાઉન દરમિયાન રીક્ષા ચાલકોને મદદની લઈને કેટલીક રજુઆત કરી છે. જેમાં તેલંગાણા અને દિલ્હી સરકાર દ્વારા રીક્ષા ચાલકોને 5 હજાર રૂપિયા લેખે રૂપિયાની મદદ કરી છે. જેથી ત્રણ મહિનાના 15 હજાર રૂપિયા આપવા બાળકોની સ્કૂલ ફી માફ કરવી ટેક્ષમાં રાહત સાહિતની માંગ કરી છે. જેને કોંગ્રેસે ટેકો જાહેર કર્યો છે.
**********
*રત્નકલાકારોને આર્થિક પેકેજ માટે ક્લેક્ટરને આવેદનપત્ર*
સુરત કોરોના લોકડાઉનથી હીરા ઉદ્યોગને થયેલી માઠિ અસરથી રત્નકલાકારોની હાલત દયનિય થઈ છે. જેથી ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ક્લેક્ટરને રજૂઆત કરવામાં આવી છે કે રત્નકલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે. ક્લેક્ટરને આપેલા આવેદનપત્રમાં સંઘ દ્વારા જણાવાયું કે, લોકડાઉન દરમિયાન સરકારે જાહેરાત કરી હતી તેમ છતા રત્નકલાકારોને પગાર ચુકવાયો નથી.
*********
*મંત્રીની અવગણના: PI ની બદલી*
મંત્રીની અવગણના: પીઆઈ જે.એ.રાઠવાની ગણતરીના કલાકોમાં જ બદલી
સ્વામીએ ફોન પર જ ધમકી આપી હતી કે તારા આઈજી અને સીપીને પણ ગાડી પાછી મૂકવા આવવું પડશે સ્વામી દ્વારા ફોન પર આ પ્રકારે ધમકી અપાતા પીઆઈ રાઠવાએ પણ મિજાજ ગુમાવ્યો હતો અને કહ્યુ કે તમારે જેને કહેવું હોય તેને કહી દો હવે તો ગાડી નહીં જ છૂટેકલોલ: સ્વામીએ મંત્રીને ફોન કરી કર્ફ્યૂમાં ફરવા નીકળેલા ચેલાને પકડનારા પીઆઈની બદલી કરાવી વાડજ પીઆઈએ સિનિયરોની સૂચનાથી ગાડી તો જવા દીધી પણ મંત્રીની અવગણના ભારે પડી પીઆઈએ પણ કહી દીધું કે મેં કશું ખોટું કર્યુ નથી હું તો ફક્ત કાયદાનું પાલન કરાવી રહ્યો છું
*************
*PI જે.એ.રાઠવાની બદલી મામલે નવો વળાંક
અમદાવાદ. શહેરના વાડજ પોલીસ સ્ટેશનના PI જે.એ.રાઠવાની બદલી મામલે નવો વળાંક આવ્યો છે. 29મી જૂનના રોજ રાતે વાડજ પોલીસે કલોલના એક સ્વામીની ગાડી રોકી હતી, જેમાં ચારેક લોકો બેઠા હતા. પોલીસ કાર્યવાહી કરવા ગાડીમાં બેઠેલા શખ્સને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાં PI રાઠવાએ તેમને દંડ લઇ છોડી મુક્યા હતા. જો કે આ ઘટના બાદ પોલીસને એક ઓડિયો ક્લિપ મળી હતી. જેમાં PI રાઠવા પર માર મારવાનો અને અપશબ્દો બોલવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેથી આ મામલે વાડજ PIની બદલી કરી દેવામાં આવી છે. આ ક્લિપ બાબતે ACPને તપાસ સોંપવામાં આવી છે. આ અંગે DCP ઝોન-1 પ્રવીણ મલે જણાવ્યું કે આ ઓડિયો ક્લિપમાં માર મારવાનો અવાજ સંભાળય છે અને પ્રાથમિક દ્રષ્ટીએ ગેરબંધારણીય હોય એવા શબ્દો પણ સાંભળવા મળે છે. ક્લિપમાં માર મારવા અને વાડજ PIનો જ અવાજ છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવશે.
**********
*કૉલેજનું શૈક્ષણિક ઑનલાઇન પદ્ધતિથી શરૂ થશે*
મુંબઈ: કૉલેજનું શૈક્ષણિક વર્ષ પણ ઑનલાઇન શરૂ કરવાની રાજ્ય સરકારની યોજના છે. આ જ પ્રમાણે એટીકેટી, બૅકલૉગના વિદ્યાર્થીઓ અંગેનો નિર્ણય પણ ટૂંક સમયમાં લેવામાં આવશે. શિક્ષણ પ્રધાન ઉદય સામંતની અધ્યક્ષતા હેઠળ પાર પડેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો,
**********
*રિટર્ન હવે ૩૦ નવેમ્બર સુધી ફાઇલ કરી શકાશે*
ડિપાર્ટમેન્ટ દ્વારા કરદાતાઓને મોટી રાહત આપવામાં આવી છે. ઇન્કમ-ટૅક્સ વિભાગ દ્વારા ૨૦૧૯-૨૦ માટે આઇટીઆર ફાઇલની તારીખ લંબાવવામાં આવી છે.આઇટી વિભાગે કહ્યું કે ‘વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે ડેડલાઇન લંબાવી છે. હવે કરદાતા નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે ૩૦ નવેમ્બર, ૨૦૨૦ સુધી આઇટીઆર ફાઇલ કરી શકશે
***********
*આત્મનિર્ભર ભારત ઍપ ઇનોવેશન ચૅલેન્જ જાહેર*
ચીનની નાપાક હરકતોનો જવાબ આપવા માટે ભારત સરકારે ફક્ત ૫૯ ચીની ઍપ્સ પર પ્રતિબંધ મૂક્યો નથી, પરંતુ હવે આ મામલે ભારતને આત્મનિર્ભર બનાવવાની પણ યોજના છે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે તેઓ આત્મનિર્ભર ભારત ઍપ્લિકેશન ઇનોવેશન ચૅલેન્જ શરૂ કરવા જઈ રહ્યા છે પીએમ મોદીએ લખ્યું ‘મેડ ઇન ઇન્ડિયા ઍપ્સ બનાવવા માટે ટેક અને સ્ટાર્ટ-અપ સમુદાયમાં ભારે ઉત્સાહ છે.
***********
*વડાપ્રધાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે કરી મુલાકાત*
દેશ અત્યારે વિવિધ સંકટોનો સામનો કરી રહ્યો છે. એક તરફ કોરોના વાયરસ સતત કહેર વર્તાવી રહ્યો છે તો બીજી બાજુ સરહદ પર સતત સંઘર્ષ વધી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વચ્ચે મહત્વની મુલાકાત થઈ હતી. લદાખ પ્રવાસથી પરત આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત લીધી હતી
***********
*શિર્ડી સંસ્થાન ભક્તો માટે સંપૂર્ણ પણે સજ્જ મંજૂરીની રાહમાં*
શિર્ડીમાં મંદિર ખૂલ્લું મુકાયું તો રોજ ૩૫૦૦ ભાવિકો જ દર્શન કરી શકશે
નવી યોજના મુજબ લૉકડાઉન પહેલાના સરેરાશ ૫૦,૦૦૦ની સામે દિવસના માત્ર ૩૫૦૦ ભાવિકો જ દર્શન કરી શકશે પરિણામે ગિરદી વધવાની સંભાવના છે રાજ્ય સરકારે હજી સુધી ધાર્મિક સ્થળોને દર્શન માટે ખોલવાની પરવાનગી આપી નથી સાંઈબાબાનું મંદિર પણ હજી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાયું નથી
***********
*સુરત ધમધમતો થશે ગાઈડલાઈનના અમલ સાથે શરૂ થશે*
*આરોગ્ય રાજ્યમંત્રી કુમાર કાનાણી*
સુરત વરાછા અને કતારગામ વિસ્તારમાં આવેલા હીરાના કારખાના તથા મહિધરપુરા અને મિનીબજાર સહિતની હીરાની બજાર છેલ્લા એક સપ્તાહ કરતાં વધુ સમયથી બંધ છે. સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસને લઈને હીરા બજાર તથા હીરાના કારખાના બંધ કરી દેવામાં આવ્યાં છે. ત્યારે હીરા ઉદ્યોગ ફરી શરૂ થાય તે માટે આરોગ્યમંત્રી કુમાર કાનાણી અને નેતાઓ તથા હીરા ઉદ્યોગના અગ્રણીઓ અને ડાયમંડ એસોસિએશનની બેઠક યોજાઈ
**********
*સુરતમાં ટેક્સટાઈલ માર્કેટને સીલની કરાઈ*
સુરત રિંગરોડ પર આવેલી પાંચ ટેક્સટાઈલ માર્કેટમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાતા સીલ કરી દેવામાં આવી છે. માર્કેટના અગ્રણીઓ નેતાઓ અને પાલિકાના અધિકારીઓ સાથે મિટીંગ યોજાયેલી જેમાં નક્કી કરવામાં આવેલું કે, જે માર્કેટમાં કોરોના પોઝિટિવના કેસ એક કરતા વધુ નોંધાય તે માર્કેટને સીલ મારી દેવામાં આવશે.
***********
*ભાજપ પ્રચારમાં સભા નહિ માસ્ક સેનિટાઇઝર વહેંચશે: ભરત પંડ્યા*
અમદાવાદ. ગુજરાતમાં આઠ બેઠકો પર થનારી પેટાચૂંટણીના પ્રચારમાં કોરોનાને કારણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે હેતુથી ભાજપ જાહેરસભાના બદલે વર્ચ્યુઅલ રેલી અને ઘરે-ઘરે માસ્ક, સેનિટાઈઝર પહોંચાડી પ્રચાર કરશે.પક્ષ પ્રવક્તા ભરત પંડ્યાના
**********
*અમદાવાદ શહેરીજનો ઘરે ટેરેસ ગાર્ડનમાં શાકભાજી ઊગાડ્યા*
ઘરે સમય પસાર કરવાનો વિકલ્પ શોધ્યો 13,500 પેકેટ બિયારણનો ઉપયોગ
અમદાવાદ: કોરોનાની મહામારીના લીધે લોકો શાક ખરીદવાનું ટાળતા હતા 1500 લૉકડાઉન દરમિયાન પૂર્વ તૈયારી કરી અને છૂટછાટ મળતા ઘરમાં જ ખેતી શરૂ કરી હતી 13,500 પેકેટ શાકભાજી બિયારણ અને ખાતરના ઉપયોગથી કિચન અને ટેરેસ ગાર્ડન વિકસાવ્યું છે ઘરમાં બનાવેલા કિચન ગાર્ડનમાં ભીંડા, ગુવાર, ચોળી, દૂધી, તુરીયા, મરચી, ટામેટા, રીંગણ, મૂળા, પાલક, કોથમીર, સહિતના શાકભાજી ઉગાડી પડોશીઓને પણ વિના મૂલ્યે આપ્યું છે.
************
*ગુજરાત સરકાર બાળકોને સંસ્કાર શિસ્તના પાઠ ભણાવાશે*
અમદાવાદ. ગુજરાતમાં પ્રાથમિક શાળાના બાળકોને સરકાર ઓનલાઇન કાર્ટૂન અને ગેમના માધ્યમથી સંસ્કાર અને શિસ્તના પાઠ ભણાવવા માટેની તૈયારી કરી રહી છે રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ફેસબુક પર એક પોસ્ટ કરી આ મામલે પ્રજાનો અભિપ્રાય માંગ્યો છે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કરેલી ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે અચાનક આવી ગયેલ કોરોનાની પરિસ્થિતિને કારણે આપણને સૌને સ્પર્શતા બધા જ ક્ષેત્રો ઉપર એ આર્થિક હોય સામાજિક હોય રાજકીય હોય શૈક્ષણિક હોય કે પછી ઔદ્યોગિક ક્ષેત્ર હોય આ અસરમાંથી સંપૂર્ણપણે ક્યારે બહાર આવીશું એ આજ દિન સુધી કોઈ કહી શકે તેમ નથી
***********
*ડુપ્લીકેટ પ્રમાણપત્ર બનાવવા ષડ્યંત્રમાં વધુ ૯ની ધરપકડ*
પંચમહાલ જિલ્લામાં નદીસરથી આઇટીઆઈના ડુપ્લીકેટ પ્રમાણપત્ર બનાવવા ષડ્યંત્રમાં એસઓજીએ વધુ નવ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી વધુ 45 ડુપ્લીકેટ માર્કશીટ અને પ્રમાણપત્ર કબ્જે લીધા છે
***********
*મહારાષ્ટ્ર સરકાર ઉથલાવવાનું કાવતરું: સંજય રાઉત*
મુંબઈ: ઓક્ટોબર સુધીમાં રાજ્યની મહાવિકાસ આઘાડીની સરકારને ઉથલાવી નાખવાની યોજના છે પરંતુ તે માત્ર એક સ્વપ્ન સિદ્ધ થશે સરકારને કોઈ ખતરો નથી એવો આરોપ શિવસેનાના સાંસદ સંજય રાઉતે સામનાની તેમની કોલમ રોખઠોકમાં કર્યો છે આ લેખમાં તેમણે રાજ્યપાલ દ્વારા નિયુક્ત ૧૨ સભ્યોની નિમણૂકોમાં થઈ રહેલા વિલંબ માટે ભાજપ પર આકરી ટીકા કરી છે
************
*કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં-12 પાસે દારૂની પોટલીઓ મળી*
અમદાવાદ. શહેરના કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 12 પાસે દારૂ સાથે ફરી રહેલા એક યુવકનો વીડિયો વાઈરલ થયો છે. આ યુવક પોતાની સાથે દારૂની પોટલી છે તેવું બતાવી રહ્યો છે. વીડિયોમાં આ શખ્સ પોતે 12 નંબર પ્લેટફોર્મ પાસે શકીનાને ત્યાંથી દારૂ લાવ્યો હોવાનું કહી રહ્યો છે. તેમજ આ યુવક એક થેલીનો ભાવ રૂપિયા 20 જણાવી રહ્યો છે.
*********
*રાજ્યના ડેમ થયા ઓવરફ્લો ગામો એલર્ટ*
ખંભાળિયામાં 19, કલ્યાણપુર-ઉપલેટાના મોટીપાનેલીમાં 14, દ્વારકા-રાણાવાવમાં 11, પોરબંદરમાં 10, પડધરીમાં 7 અને રાજકોટમાં 4 ઇંચ
જૂનાગઢ બામણાસામાં સાબલી નદીનો પુલ ધરાશાયી, ગામ સંપર્ક વિહોણું બન્યું,
રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મેઘમહેર જોવા મળી રહી છે. જેને પગલે જૂનાગઢમાં પહેલા વરસાદમાં જ વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થતા જૂનાગઢવાસીઓમાં ખુશીની લહેર વ્યાપી ગઇ છે. જંગલ વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયો છે.
માળીયા હાટીના તાલુકામાં મેઘલ નદિ ઉપર આવેલ ભાખરવડ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે.
જિલ્લાનો સૌથી મોટો ઓઝત-2 ડેમ ઓવરફ્લો થયો છે. જેને પગલે આણંદપુર નજીક આવેલ ઓઝત-2 ડેમના ત્રણ દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા આવ્યાં છે.
ડેમના દરવાજા ખોલવામાં આવતા છ હજાર ક્યુસેક પાણીનો નિકાલ થયો છે. રૂલ લેવલ જાળવવા માટે દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવતા હેઠવાસમાં આવતા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.
ભાખરવડ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીને લઈને નીચાણવાળા ગામો જેવા કે વડાળા, ઘુંમટી, સમઢીયાળા, સહિતના અનેકને એલર્ટ કરાયા છે.
ગીરગઢડા સહીત ઉપરવાસમા સારા વરસાદના પગલે રાવલડેમ છલોછલ થયો. આશરે 95 ટકા ડેમ ભરાયો છે. જેથી રાવલડેમના 6 પૈકી 4 દરવાજા બે બે ફુટ ખોલવાની ફરજ પડી. ડેમના દરવાજા ખોલવામાં આવતા રાવલ નદીમાં પુરની પરિસ્થિતિ સર્જાઈ છે.
ઉપલેટા તાલુકાનો વેણુ-2 ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉપલેટામાં ગધેથડ આશ્રમની બાજુમાં આવેલો વેણુ-2 ડેમ ઓવરફ્લો થયો છે.
જામનગર જિલ્લામાં ત્રણ ડેમ છલકાઇ ગયા છે.
રણજિત સાગર ડેમમાં પણ પાણીની મઆવક થઈ છે.
સુધીમાં ડેમ છલકાઈ જવાની સંભાવના સેવાઈ રહી છે. જામનગરની જીવાદોરી સમાં ઉન્ડ એક ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા હતા. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમમાં ઓવરફ્લો થયો
જામજોધપુર તાલુકાના ફુલઝર કોબા ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. સાથે જ તાલુકાના નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે.
બરડા પંથકના બંને ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. બરડા પંથકના બંને ડેમના પાણી ખેતરોમાં ફરી વળ્યા જેના લીધે ખેતરોનું ભારે ધોવાણ થયું છે.
અમરેલી જિલ્લાના રાજુલાનો ધાતરવડી ડેમ નંબર 1 ઓવરફ્લો થવાની તૈયારીમાં આવી ગયો છે.
બાંઢડાની સુરજવડી નદી પરનોચેક ડેમ છલકાઈ ગયો છે. ચેક ડેમ ઓવરફલો થતા નવા બાઢડા, જાબાળ, સુરજવડી, શાંતિ નગર સહિત 20 ગામોની પાણીની સમસ્યા હલ થશે
બાટવા ખારા ડેમની નીચે આવતા માણાવદર તાલુકાના કોડવાવ, સમેગા, એકલેરા, ભલગામ ગામોને એલર્ટ કરાયા છે. તો કુતિયાણા તાલુકાના ધરસન, રેવદ્રા, ગઢવાણા તથા તરખાઈ ગામોને એલર્ટ કરાયા છે.
રાજકોટ જામનગર રોડ પર આવેલો ન્યારી 2 ડેમ ઓવરફ્લો થયો હતો. ન્યારી 2 ડેમમાં એક સાથે 6 દરવાજા ખોલવામાં આવ્યા હતા.પાણીની વધતી આવકથી નિચાણવાળા વિસ્તારો ખાલી કરાવાયા હતા.
રાણા ગામ નજીક ઇકો કાર તણાઇ
ધોધમાર વરસાદને કારણે દ્વારકાના કલ્યાણપુરના રાણા ગામ નજીક ઇકો કાર તણાઇ. ગુરગઢ-ચરકલા હાઇવે પર ઇકો કાર પાણીમાં તણાઇ. કારમાં 6 લોકો સવાર હતા. જો કે સદનસીબે કાર તણાઇ તે વખતે એક ટ્રક વચ્ચે આવી જતા કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો.
શેત્રુંજી નદીમાં પાણીની ભરપૂર આવક
અમરેલી જિલ્લામાં રાત્રીના સમયે ધોધમાર વરસાદ ખાબક્યો. જેના લીધે નદી નાળાઓ છલકાયા સતત પડી રહેલા વરસાદને પગલે નદીઓમાં પાણીની વ્યાપક આવક થઇ આ તરફ ધારી, ગોરખવાળા, ગાવડકા સહિત ગામો જળ બંબાકાર બન્યા.
જૂનાગઢ જીલ્લામાં જળબંબાકાર
જૂનાગઢ જીલ્લાના મેંદરડા તાલુકાનું ગઢાળી ગામ કોઝવે તણાતા સંપર્ક વિહોણું બની ગયું છે. ગઢાળી ગામનો કોઝવે તણાતા પુલના 14 ભુગંળા પાણીમા તણાતા ગામ બે ભાગમા વહેંચાઈ ગયું છે. 900 માણસની વસ્તી ઘરાવતુ ગામ સંપર્ક વિહોણુ બન્યું છે.
કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જળબંબાકાર થયો છે. હજારો હેક્ટર મગફળીનો પાક પાણીમાં ડુબ્યો છે. ઉપરવાસમાં વધુ વરસાદથી ઘેડ પંથક જળબંબાકાર થયો છે. પંચાળા, બાલાગામ, બામણાસા, પાડોદર, સરોડ, અખોદર સહીતના ગામોમાં ખેતરોમાં પાણી ભરાયા હતા.
***********