ATS ને મળી મોટી સફળતા. ગાંધીનગર પાસેથી 99.40 લાખની જુની ચલણી નોટો સાથે એકને ઝડપ્યો.

ગાંધીનગર* ગુજરાત ATS મરીન ટાસ્ક ફોર્સ પોલીસ અધિક્ષક પિનાકીન પરમાર અમદાવાદનાને મળેલ સૂચના અને માર્ગદર્શનના મુજબ ATSના પીઆઇ સી. આર. જાદવ, તથા મરીન ટાસ્ક ફોર્સના પીઆઇ એસ. આઈ. પટેલ અને એસ. એન. પરમારે બાતમીના આધારે એક શંકાસ્પદ શખ્સની ગાંધીનગર પાસેથી ધરપકડ કરી છે.
મળેલ બાતમી મુજબ ગાંધીનગર ખાતેના સેક્ટર 28 પાસેથી એક શખ્સની ધરપકડ કરી હતી જેના પાસેથી 99 લાખ 40 હજારની જુની ચલણી નોટો ઝડપી પાડવામાં આવી હતી. નોંધપાત્ર છે કે આ શખ્સને ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરથી ઝડપી પાડ્યો છે.

ગુજરાત ATS દ્વારા ધરપકડ કરાયેલ આરોપી શખ્સ મોરબીનો મનીષ સાંઘાણી હોવાનું સામે આવ્યું છે. શંકાસ્પદ શખ્સ પાસેથી રૂપિયા 99. 40 લાખની જુની ચલણી નોટો ઝડપાઈ છે. ઉલ્લેખનિય છે કે અગાઉ પણ ગુજરાત ATS દ્વારા જુની ચલણી નોટો ઝડપી પાડી સફળતા મેળવી છે અને ફરી એક સફળ મિશન પાર કરવાનો ઉમેરો થયો છે જે પ્રસંશનીય કહી શકાય.