રાજેન્દ્રનગર સોસાયટીમાં મોડી રાત્રે તસ્કરોએ તરખાટ મચાવ્યો

એકી સાથે પાંચ મકાનોના તાળાં તૂટયા

ડોગ સ્કવોડ અને એફએસએલની મદદ લેવાઈ

રાત્રે પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવાની માંગ

રાજપીપળા ખાતેઆવેલ રાજેન્દ્રનગર સોસાયટીમાં મોડી રાત્રે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. જેમાં રાજેન્દ્રનગર સોસાયટીમાંઆવેલએક જ લાઈન મા આવેલ સામસામે ના એકી સાથે પાંચ મકાનોના તાળાં તૂટયા હતા .મોડી રાત્રે તસ્કરો ની ટીમે જુદા જુદા ઘરમાં આવીને તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. જેમાં રાજેન્દ્રનગર સોસાયટીમાં આવેલ મુકેશ ભાઈપટેલ કોન્ટ્રાક્ટર ના પાછળથી ઘરની બારીની ગ્રિલ તોડીને તસ્કરો બારી માથી અંદર ઘુસ્યા હતા. અને ડ્રોઇંગરૂમના કબાટમાંમુકેલ
મુકેશ ભાઈ કોન્ટ્રાક્ટર ના ઘરમાંથી ઘડિયાળ tમોબાઇલ ફોન તેમજ કબાટ મા મુકેલ પાકીટ માં મુકેલ રોકડ રકમ લગભગ અંદાજે 12 થી વધુ રોકડ રકમ મળી કુલ અંદાજે 50 હજાર રૂપિયાની મતાનો સમાન ની ચોરી કરીને નાસી ગયા હતા .ત્યારબાદ બેડ રૂમમાં ઘૂસીને બેડરૂમના કબાટો પણ ફેન્દ્યા હતાપણ ખાસ કશુ હાથ લાગ્યુ નહોતુ .ત્યારબાદ

નજીક મા આવેલ સામેની લાઇનમાં આવેલ દિનેશભાઈ પટેલ મકાનના દરવાજાને તોડવાનોપણ પ્રયાસ કર્યો હતો. જ્યારે સોસાયટીમાં આવેલા સંજયભાઈ પટેલ ના ઘરના પાછળના ભાગની ગ્રીલ બારી તોડીને અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે હર્ષદભાઈ પટેલ ના ઘરના તાળાંપણ તૂટયા હતા જ્યારે અમનભાઈ સોનીના મકાનના બીજી વાર તાળાં તૂટયા હતા .અગાઉ પણ અમનભાઈ ના મકાન ના તાળાં તૂટયા હતા પણ તે વખતે કશુ હાથ લાગ્યુ નહોતુ. આમ એકી સાથે પાંચ મકાનો ના તાળાં તોડીને તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો
આ અંગે રાજપીપળા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ડોગ સ્કવોડ અને એફએસએલની મદદ લઇ ફિંગર પ્રિન્ટની કાર્યવાહી કાયદેસરની કાર્યવાહી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ સોસાયટીમાં સીસીટીવી કેમેરા ન હોવાથી ચોરીનુ ઇન્વેસ્ટિગેશન થઈ શકતું નથી. લોકોની માંગ છે કે રાત્રે પોલીસ પેટ્રોલિંગસઘન થાય અને સીસીટીવી કેમેરા સોસાયટીઓમાં પણ મુકાય તો ચોરી ને અટકાવી શકાય.