મીઠું ચઢાવેલી સુકી માછલી, માછલી નું અથાણું માછલીના દડા અને માછલા કટલેટ સહિતની માછલીઓના મૂલ્યવર્ધન ઉત્પાદનો ની તૈયારી માટે પણ પહેલીવાર તાલીમ દ્વારા સજ્જ કરાયા.
તાલીમ કાર્યક્રમનો મૂળ હેતુ આદિજાતિ યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતાનો વિકાસ કરવાનો છે.
નર્મદા જિલ્લાના સાગબારા અને નાંદોદ તાલુકામાં આદિજાતિ માંથી મારો માટે માછલીઓના આરોગ્યપ્રદ સંભાળ અને મૂલ્યવર્ધન વિશે અંગેની તાલીમ અપાઇ હતી. મીઠું ચઢાવેલી સૂકી માછલી, માછલી,નું અથાણું માછલીના દડા અને માછલા કટલેટ સહિતની માછલીઓના મૂલ્યવર્ધન ઉત્પાદનોની તૈયારી માટે પહેલીવાર તાલીમ દ્વારા સજ્જ કરાયા હતા. આઈ. સી.એ.આર સેન્ટ્રલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીના વેરાવળ સંશોધન કેન્દ્ર દ્વારા નર્મદા જિલ્લાની અનુસૂચિત જનજાતિના માછીમારો માટે નિદર્શન પ્રશિક્ષણ તથા કૌશલ્ય વિકાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતના નર્મદા જિલ્લાના સાગબારા અને નાંદોદ તાલુકામાં આદિજાતિ માછીમારો સહકારી મંડળીઓની આદિજાતિ મહિલાઓ અને પુરુષોને માછલીઓના આરોગ્યપ્રદ નિયંત્રણના વિવિધ પાસાઓની તાલીમ આપવામાં આવી હતી. તેઓને મીઠું ચડાવેલી સુકી માછલી, માછલી નું અથાણું, માછલીના દડા અને માછલા કટલેટ સહિતની માછલીઓના મૂલ્યવર્ધન ઉત્પાદકો ઉત્પાદનોની તૈયારી માટે પણ સજ્જ કર્યા હતા. આદિજાતિના માછીમારો સામાન્ય રીતે માછલીઓને કેળવે છે, અને જળાશયોમાંથી પકડેલી માછલી વેપારીઓને રૂપિયા 80 થી 120 કિલો માં વેચે છે. જો વેલ્યુએડેડ પ્રોડક્ટ માછલી ની તૈયારી કરવામાં આવે તો તે ઓછામાં ઓછા 3-4 ગણા વધારે કમાણી કરી શકે છે.
આઈ.સી.એ.આર. સી. આઇ એફ ના વેરાવળ સંશોધન કેન્દ્રના વડા અને પ્રભારી વૈજ્ઞાનિક અને તાલીમ કાર્યક્રમો ના સંયોજન ડો. ટોમ્સ. સી. જોસેફે જણાવ્યું હતું કે આ તાલીમ કાર્યક્રમ નો મૂળ હેતુ આદિજાતિ યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતાનો વિકાસ કરવાનો છે. તાલીમ કાર્યક્રમો ગુજરાત સરકારના મત્સ્યઉદ્યોગ વિભાગ ના સહયોગથી લેવામાં આવે છે, પ્રોગ્રામ નું સંકલન કરનાર મત્સ્યઉદ્યોગ વિભાગ ના મત્સ્યઉદ્યોગ અધિક્ષક એચ.વી.મહેતાએ જણાવ્યું હતું કે નર્મદા ડીસ્ટ્રીક્ટની અનુસૂચિત જનજાતિની માછલીઓને પકડયા/કાપણી પછીની પ્રક્રિયામાં તાલીમ આપવામાં આવતી પહેલી ઘટના છે.રેણુકા વી. વૈજ્ઞાનિક આઈ. સી. એ. સી. આઈ.એફ. ટી. અને તાલીમાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.